ગલુડિયાને જન્મ આપી માતાનું અક્સ્માતમાં મોત થતા ગૌમાંતાએ પીવડાવ્યું દૂધ- સમગ્ર ઘટના જાણી રડી પડશો

155
Published on: 10:20 am, Sat, 4 September 21

દેશમાં ગાયમાતાને ‘મા’ ની ઉપમા આપવામાં આવે છે. ગાયમાતામાં તમામ દેવી-દેવતાઓનો વાસ રહેલો હોવાનું માનવામાં આવે છે. જેને કારણે કેટલાક લોકો ઘરમાં જ ગાયમાતાનું પાલનપોષણ કરતા હોય છે. આની સાથે-સાથે ગાયમાતાનું દૂધ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે.

આની સાથે જ આપણે સદીઓથી ગાયમાતાનું પૂજન કરતા આવ્યા છીએ. પહેલાના જમાનામાં તમામ લોકો પોતાના ઘરમાં જ ગાયમાતાને રાખતા હતા. ગાયમાતાથી આપણને ઘણા ફાયદા થતા હોય છે. ગાયના છાણનો આપણે અનેકવિધ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ.

આટઆટલી રીતે ઉપયોગી થતા ગાયને લોકો ‘માતા’ કહીને બોલાવે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં ગાયનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું તેમજ આ વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ પણ થયો હતો. આ વીડિયોમાં ગાય કૂતરાઓના ગલુડિયાંને દૂધ પીવડાવતી જોવા મળી હતી.

આપણે ઘણીવાર જોયું જ હશે કે, ગાય તથા કૂતરો ભાગ્યે જ એકસાથે જોવા મળતા હોય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોના મનમાં પ્રશ્ન ઉભો થતો હોય છે કે, ગાય આ કૂતરાઓના ગલૂડિયાંને તેમના આંચળમાંથી દૂધ શા માટે પીવડાવે છે? આ વાત જાણીને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે. થોડા દિવસ અગાઉ આ કૂતરાઓના ગલુડિયાની માતાનું અકસ્માત થવાથી ઘટનાસ્થળ પર જ ગલુડિયાંની માતાનું મોત નીપજ્યું હતું.

ત્યારબાદ આ ગલૂડિયાં ભૂખ્યા રહેતા હોવાથી આ ગાય કૂતરાઓના ગલુડિયાઓની સારસંભાળ રાખતી હતી. જેથી આ ગાય કોઈપણ વ્યક્તિગત સ્વાર્થ વિના આ કૂતરાઓની મદદ કરી રહી હતી. આવું માતૃપ્રેમનું ઉત્તમ ઉદાહરણ તમે કોઈ દિવસ નહીં જોયું હોય!

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…