બસમાંથી ઉતરતી વખતે નવદંપતીને વાહને કચડ્યું, ઘટનાસ્થળે જ નીપજ્યું મોત- ઓમ શાંતિ

629
Published on: 10:55 am, Tue, 26 April 22

આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં નોઈડા સેક્ટર 63માં આજે દર્દનાક માર્ગ અકસ્માતમાં એક નવવિવાહિત યુગલે જીવ ગુમાવ્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે બંને બસમાંથી નીચે ઉતરી રહ્યા હતા. તે જ સમયે એક વાહને તેમને કચડી નાખ્યા, જેના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

પોલીસે જણાવ્યું હતું કે, સોમવારે બપોરે લગભગ 1:00 વાગ્યે, લકી પુત્ર નન્હુ 28 વર્ષીય અને તેની પત્ની નિક્કી 25 વર્ષ, સેક્ટર-63 વિસ્તાર હેઠળ સેક્ટર-62 રાઉન્ડબાઉટ નજીકથી પસાર થઈ રહેલા એક પીકઅપ વાહને ટક્કર મારી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. મૃતદેહોના પંચાયતનામા ભરીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પીકઅપ વાહન પોલીસના કબજામાં છે. વાહનચાલકની શોધખોળ ચાલુ છે.

કહેવામાં આવી રહ્યું છે કે, બંનેના લગ્ન ત્રણ મહિના પહેલા થયા હતા અને આ લોકો કાશીપુરના પીપલ ગામના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ, બંનેના મૃતદેહને હાલ જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…