
મોટા ભાગના લોકો રિટાયર્ડ થયા બાદ પોતાનો સમય આરામ કરવામાં વિતાવી દેતા હોય છે તેમજ એવું વિચારતા હોય છે કે, કોઈ એક શાંત જગ્યા પણ રહેવા માટે જતા રહીએ. પણ આજે અમે તમને એક એવા દંપતી વિષે જણાવીશું કે, જેમને પોતાના રિટાયર્ડમેન્ટના સમયમાં શાંતિની સાથે સાથે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી છે.
જણવા મળ્યું છે કે, પતિ પત્ની બંને સરકારી નોકરી કરતા હતા. પતિ વીરેન્દ્ર સિંહ આર્મીમાં પોતાની ફરજ બજાવી રહયા હતા અને તેમની પત્ની સુરેશ સિંહ દિલ્હીની એક સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. બંને 2019માં રિયાયર્ડ થયા અને બંન્નેએ વિચાર્યું કે, ખેતરમાં ફાર્મ હાઉસ બનાવીએ અને ત્યાં રહેવા માટે જતા રહીએ. પરંતુ, ત્યાં કામ કરવા માટે પણ કઈ વસ્તુ જોઈએ એમનમ તો ક્યાં ટાઈમ કાઢવો.
આ દરમિયાન, તેમણે ખેતરમાં ઓર્ગેનિક શાકભાજી વાવવાનો વિચાર કર્યો. તેમની પાસે 5 એકડ જમીન હતી એમાં આ દંપતીએ સીઝન પ્રમાણે અલગ અલગ શાકભાજી વાવવાનું શરુ કર્યું અને તેમના આ કામને લોકોનો સારો સહકાર પણ મળ્યો. કારણ કે, તે કોઈપણ પ્રકારની દવાઓ વગર શાકભાજી ઉગાડે છે. તેમને સૌથી મોટો ફાયદો એ થાય છે કે, તે પોતાની શાકભાજી કોઈ દલાલને નથી આપતા ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડે છે.
ડાઇરેક્ટ પોતાના ગ્રાહકોને શાકભાજી આપવાથી તેમને સારી આવક થાય છે અને ગ્રાહકોને પણ શાકભાજી સસ્તા દરે મળે છે. માટે આજે આ દંપતી દર વર્ષે 35 લાખ રૂપિયાની કમાણી કરે છે. આ દંપતીએ પોતાના રિટાયર્ડમેન્ટમાં સમય બગાડવા કરતા કઈ નવું કરવાનું વિચાર્યું અને આજે આ દંપતી વર્ષે 35 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.