વિદેશની લક્ઝુરિયસ લાઈફ અને નોકરી છોડી ગામડે આવ્યા આ દંપતી, મુશ્કેલીઓનો સામનો કરી આજે જીવે છે શાનદાર જીવન

495
Published on: 6:23 pm, Tue, 18 January 22

મોટેભાગના યુવાનોનું સપનું હોય છે કે તેઓ સારી નોકરી કરીને આરામથી જીવન વિતાવે. તેમજ તેમને વિદેશ જવાનો મોકો મળે અને ત્યાં સ્થાયી થઇ જાય. આવી વાતના વિચારોથી કોઈ પણ ખુશ થઇ જાય તો આવી તક તો કઈ રીતે જતી કરી શકે? ત્યારે વિદેશમાં સ્થાયી થઇ ચૂકેલા આ યુવા દંપતીએ પોતાનું વિદેશનું આરામવાળું જીવન છોડીને પોતાના વતન આવીને વસી જવાનું નક્કી કર્યું.

એટલું જ નહીં, વતન આવીને શહેરમાં રહીને કોઈ નોકરી કરવાને બદલે પોતાના બાપ-દાદાનો પારંપરિક વ્યવસાય અપનાવવાનું નક્કી કર્યું અને ગામમાં આવીને તેમને મુશ્કેલીભર્યા જીવનમાં પણ સફળતાની ઇમારત ચણી છે. સામાન્ય રીતે તો 21મી સદીના યુવાનોને ગામડામાં રહેવું પસંદ નથી આવતું ત્યારે આ યુવા દંપતીએ ઈંગ્લેન્ડનું જીવન છોડીને પોતાના વતન પોરબંદરના બેરણ ગામે આવીને વસ્યા છે અને અહીં આવીને ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે.

જણાવી દઈએ કે, આ યુવા દંપતી છે રામદે ખુંટી અને તેમની પત્ની ભારતી ખુંટી ઘણા લાંબા સમયથી લંડનમાં રહેતા હતા. ત્યાં તેઓનું જીવન સુખ-સહાયબી ભરેલું હતું. પરંતુ, હવે પતિ-પત્ની પોતાના નાના દીકરાને લઈને લંડન છોડીને ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલા પોતાના ગામડે પરત આવી ગયા છે. અહીં ગામમાં રહીને રામદે અને ભારતી ખેતી અને પશુપાલન સંભાળે છે. રામદે ખુંટી વર્ષ 2006માં કામ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા, 2 વર્ષ ત્યાં કામ કર્યા બાદ ભારત આવ્યા અને અહીં ભારતી સાથે લગ્ન કરી લીધા.

મળતી માહિતી મુજબ, લગ્ન સમયે ભારતી રાજકોટમાં એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો કોર્સ કરી રહી હતી. ભરતી પોતાનો અભ્યાસ પૂરો કરીને વર્ષ 2010માં આપતી પાસે લંડન જતી રહી. લંડનમાં ભારતીએ ઇન્ટરનેશનલ ટૂરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટની ડિગ્રી લીધી હતી. ત્યારબાદ ભારતીએ બ્રિટિશ એરવેઝના હિથ્રો એરપોર્ટથી હેલ્થ અને સેફ્ટિનો કોર્સ પણ કર્યો અને પછી ત્યાં જ નોકરી પણ કરતી હતી.

લંડનમાં આ દંપતીનું જીવન શાનદાર વીતી રહ્યું હતું, બંનેને એક દીકરો પણ થયો. પરંતુ, રામદેને અહીં ગુજરાતમાં રહેતા તેમના માતા-પિતાની ચિંતા સતાવી રહી હતી. રામદે તેમનો એકનો એક દીકરો હતો જે તેમનાથી દૂર હતો. તેમનું ધ્યાન રાખવાવાળું અહીં કોઈ ન હતું, અને તેમનું ખેતીનું કામ પણ બીજા લોકો કરી રહ્યા હતા.

જેથી એક દિવસ રામદેએ ભારત પોતાના માતા-પિતા પાસે પરત ફરવાનો નિર્ણય લીધો હતો. જેમાં તેમની પત્ની ભારતીએ પૂરું સમર્થન આપ્યું હતું. જેથી એક દિવસ આ પતિ-પત્ની લંડન છોડીને પોતાના દીકરા સાથે ગુજરાત આવીને વાસી ગયા. અહીં આવીને પણ તેમને કોઈ શહેરમાં નોકરી કરવાને બદલે પોતાના બાપ-દાદાનો પારંપરિક વ્યવસાય અપનાવવાનો નિર્ણય લીધો. અહીં આવીને તેમને આધુનિક રીતે ખેતી અને પશુપાલન કરવા પર ધ્યાન આપ્યું.

જોકે, ભારતીને શરૂઆતમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, તેને પહેલા ક્યારેય ખેતીકામ કર્યું ન હતું. પરંતુ સતત મહેનતને પરિણામે આજે ભારતી ખેતી સાથે પશુપાલનનું કામ પણ જાતે જ સંભાળે છે. હવે ભારતી ભેંસોને પણ જાતે જ દોવે છે અને બીજા અન્ય કામો પણ જાતે જ કરે છે. તેને જોઈને તમને પણ વિશ્વાસ નહિ આવે કે આ પહેલા તે લંડનમાં રહી ચુકી છે.

રામદે કહે છે કે, તેઓ ખેતી માટે આધુનિક રીતો અપનાવી રહ્યા છે અને જૈવિક ખેતી પણ કરી રહ્યા છે. નિયમિત આવક માટે તેમણે ગાય-ભેંસના પાલનનો ધંધો પણ શરુ કરી દીધો છે. જેની જવાબદારી હાલ ભારતી ઉઠાવી રહી છે. તેઓ આ રીતે ગામમાં એક સારું જીવન વિતાવી રહ્યા છે અને તેમને જરા પણ અફસોસ નથી કે તેઓ લંડન છોડીને વતન આવીને ખેતી કરી રહ્યા છે. સૌથી મોટી ખુશીની વાત તો એ છે કે, તેઓ હવે પરિવાર સાથે છે.

આ અંગે રામદે જણાવે છે કે, અહીં આવીને તેમણે શીખ્યું છે કે ગામમાં રહીને પણ એક વ્યક્તિ શાનદાર જીવન જીવી શકે છે. ભારત જણાવે છે કે, એવા તો ઘણા કિસ્સા છે કે વિદેશ જઈને બાળકો પોતાના માતાપિતાને ભૂલી જાય છે. આ ઉપરાંત, રામદે અને ભારતીએ એક વર્ષ પહેલા પોતાની યુટ્યુબ પર એક ચેનલ પણ શરુ કરી છે જેના માધ્યમથી તેઓ આધુનિક ટેક્નિકથી ખેતી અને વૈજ્ઞાનિક રીતે પશુપાલન કરવાની પણ ટિપ્સ આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…