ફેસબુક એલર્ટે એક યુવકનો જીવ બચાવ્યો છે. અભય શુક્લા નામનો એક યુવક ઈન્સ્ટાગ્રામ લાઈવમાં આપઘાત કરવાનો પ્રયત્ન કરતી હતો. અમેરિકાના કેલીફોર્નીયામાં આવેલી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના હેડક્વાર્ટરમાં જેવો વીડિઓ દેખાયો, ત્યાની ટીમે UP પોલીસને જાણ કરી. મોબાઇલની લોકેશન ટ્રેક કરી પોલીસે યુવકનો જીવ બચાવી લીધો હતો.
ખાસ વાત એ છે કે, એલર્ટ મોકલતા જ પોલીસ માત્ર 13 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી હતી. 6 કલાક સુધી તેનું કાઉન્સિલિંગ કર્યા પછી અને પરિવાર પહોંચ્યા પછી પોલીસ ત્યાંથી પાછી ફરી હતી. ઉત્તર પ્રદેશે મેટા કંપની સાથે ગયા વર્ષે માર્ચ મહિનામાં એવો કરાર કર્યો હતો કે કોઈ વ્યક્તિની આવા આપઘાત સંબંધિત પોસ્ટ દેખાય, તો તરત જ પોલીસને એલર્ટ કરવામાં આવે.
રાતે 10 વાગ્યે LIVE સુસાઈડ કરવા પ્રયત્ન કર્યા
મંગળવારે રાતે 9.57 વાગ્યે અભય શુક્લાએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી ફાંસી લગાવવાનો પ્રયાસ કરતો હતો. વીડિયો જોઈને ઈન્સ્ટાગ્રામ-ફેસબુક હેડક્વાર્ટરે ઉત્તર પ્રદેશ પોલીસના સોશિયલ મીડિયા સેન્ટરને ઈ-મેઈલ મોકલી એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. આ મેઈલમાં અભયનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પણ લખેલો હતો. પોલીસે તાત્કાલિક નંબરને ટ્રેસ કર્યો, તો લોકેશન ગાઝિયાબાદમાં મળી આવ્યું.
સોશિયલ મીડિયા સેન્ટરે આ એલર્ટ ગાઝિયાબાદ પોલીસ કમિશનરને મોકલ્યું હતું. ત્યાંથી વિજયનગર પોલીસ સ્ટેશનને મેસેજ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે અભયને બચાવી લીધો હતો. અમેરિકાથી ગાઝિયાબાદ સુધી મેસેજ પોહાચ્યા પછી પોલીસ માત્ર 13 જ મિનિટમાં યુવકનો જીવ બચાવી લીધો હતો.
અભય શુક્લા (23) કન્નૌજનો રહેવાસી છે. હાલમાં તેઓ વિજયનગર એસ બ્લોકમાં રહેતા હતા. તે ગુરુગ્રામની કૈસિફાઈ કંપનીમાં નોકરી કરતો હતો. જે જૂના મોબાઈલનું ખરીદ-વેચાણ કરતો હતો. યુવક જૂના મોબાઈલ લઈને કંપનીને આપવાનું કામ કરતો હતો, અને કંપની મોબાઇલ રિપેર કરી ફરી માર્કેટમાં વેચતી હતી.
અભયને તેમાં ફાયદો થવા લાગ્યો, તો થોડા મહિના નોકરી છોડીને વ્યક્તિગત રીતે આનો બિઝનેસ કરવા લાગ્યો. પરંતુ થોડા સમય પછી અભયને કામમાં નુકસાન થવા લાગ્યું. તેની ભરપાઈ કરવા તેણે પોતાની માતા પાસેથી 90 હજાર રૂપિયા ઉધાર લીધા. માતાએ આ પૈસા અભયની બહેનનાં લગ્ન કરવા માટે રાખ્યા હતા. પૈસાનું નુકસાન થતા અભય નિરાશ થઈ આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…