મોબાઇલ કંપનીઓને ટક્કર આપવા આ કંપનીએ ભારતમાં કર્યા બે ફોન લોન્ચ, કિંમત જાણી તમને પણ વિશ્વાસ નહિ આવે

Published on: 2:09 pm, Fri, 9 July 21

અત્યારના ડિજિટલ જમાનામાં અનેક કંપનીઓ પોતાના મોબાઇલ ફોન બહાર પાડી રહી છે અમુક કંપનીઓ ના મોબાઈલ ફોન સફળ જાય છે અને અમુક કંપનીઓના નિષ્ફળ નીવડે છે. એવી જ એક સફળ કંપની એટલે કે જીઓ સાથે સ્પર્ધા કરવા માટે શેનઝેન માં મુખ્ય મથક ધરાવતી ચીની સ્માર્ટફોન કંપની રીયલમી તેની બ્રાન્ડ ડીઝો હેઠળ બે નવા ફોન ભારતમાં લોન્ચ કર્યા છે.

આ ફોન ના નામ અને તેની કિંમત ભારતમાં શું છે જાણો.
પ્રથમ ફોન ડીઝો સ્ટાર 300 અને બીજો ફોને ડીઝો સ્ટાર 500 આ બે નવા ફિચર ફોન લોન્ચ કરાયા છે.તેમાં પ્રથમ ફોન ની કીમત 1300 રૂપિયા અને બીજા ફોન ની કીમત 1800 રૂપિયા નક્કી કરવામ આવી છે.

કંપનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે આ બંને ફીચર ફોન લોન્ચિંગ એ બ્રાન્ડની એક નવી યાત્રાની શરૂઆત છે જેનો હેતુ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન ટેકનોલોજી હોય તેવો છે કંપનીએ એક નિવેદનમાં એમ પણ જણાવ્યું કે ફોનને ક્લાસિક અને ટ્રેન્ડી દેખાવા માટે બનાવવામાં આવ્યા છે જે તમને ખૂબ જ વ્યાજબી ભાવે ફીચર ફોન ની જરૂરિયાત પૂરી પાડશે.

આ ફોન હિન્દી,અંગ્રેજી,તમિલ, ગુજરાતી,તેલુગુ,પંજાબી અને બંગાળી જેવી પ્રાદેશિક ભાષાઓ ને સપોર્ટ કરે છે. આ ફોનમાં 1000 જેટલા ફોન નંબર સેવ કરી શકો છો અને ૨૦૦ સંદેશાઓનો સ્ટોર કરી શકો છો.જો આપણે ઇચ્છીએ તો તેમાં એસડી કાર્ડ નાખીને વધુ 64 જીબી સુધીનો ડેટા સેવ કરી શકીએ છીએ. આ ફોનને તમે ઓનલાઈન વેબસાઈટ એટલે કે ફ્લિપકાર્ટ પરથી મંગાવી શકો છો.

બીજો ફોન ડીઝો સ્ટાર 500 એ અંગ્રેજી, હિન્દી,તમિલ,ગુજરાતી અને તેલુગુ જેટલી ભાષાઓ ને સપોર્ટ કરે છે.આ ફોનમાં બ્લૂટૂથ,સાઉન્ડ રેકોર્ડર, કૅલેન્ડર,કેલ્ક્યુલેટર અને ફાઇલોનો સમાવેશ થાય છે આ સાથે સાથે તેમાં એમપીથ્રી પ્લેબેક,એફએમ રેડિયો અને કેટલીક રમતો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ ફોનનો કેમેરો 0.3 મેગાપિક્સલનો છે.