પિતાની લથડતી સ્તિથીને જોઈ દીકરીએ શરુ કર્યું પશુપાલન- હાલમાં 80 ભેંસનાં પાલનપોષણની સાથે દર મહીને કરે છે લાખોની કમાણી

Published on: 10:48 am, Thu, 2 September 21

હાલમાં મોટાભાગના લોકો ખેતી તથા પશુપાલનનાં વ્યવસાય બાજુ વધુ વળી રહ્યા છે ત્યારે આપને જણાવી દઈએ કે, ડેરી ફાર્મિંગ તથા પશુપાલન ખૂબ જ મહેનતનું કામ છે પણ જો કોઈ કામ મહેનતથી કરવામાં આવે તો એમાં ચોક્કસપણે સફળતા મળે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, ડેરી વ્યવસાયનો બિઝનેસ નફાકારક વ્યવસાય છે.

આજે અહી વાત કરવા જઈ રહ્યા છીએ ફક્ત 21 વર્ષની ઉંમરમાં સફળતાનાં શિખર સુધી પહોંચેલ યુવા ડેરી ખેડૂત શ્રદ્ધા ધવનની. આપને જાણીને આશ્ચર્ય થશે કે, આટલી નાની ઉંમરમાં શ્રદ્ધા તેના ડેરી ફાર્મિંગના વ્યવસાયથી દર મહિને 6 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે, એટલે કે, તે એક વર્ષમાં 72 લાખ રૂપિયાની કમાણી કરે છે.

શ્રદ્ધા ધવનની સફળતાની વાર્તા એવા લોકો માટે પ્રેરણાદાયક છે કે, જેઓ ખેતી તથા પશુપાલનમાં સફળ થવા માંગે છે. આ એક 21 વર્ષીય દિકરીની વાર્તા છે કે, જેણે તેના પિતાને ડેરીના કામમાં મદદ કરીને હાલમાં લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. આ મહારાષ્ટ્રના વિસ્તારની વાત છે કે, જ્યાં દુષ્કાળ તથા દુર્દશાના સમાચારો હેડલાઈન્સમાં રહેતા હોય છે.

એહમદનગરથી 60 કિમી દૂર આવેલ નિઘોજ ગામમાં 21 વર્ષની શ્રદ્ધા ધવન નામની યુવતીએ ડેરી ફાર્મિંગ તથા દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં એક મિસાલ કાયમ કરી છે. શ્રદ્ધા ધવનની આ સફળતાની વાર્તા વર્ષ 2011થી શરૂ થાય છે કે, જ્યારે શ્રદ્ધા ધવનનો પરિવાર ગરીબીમાંથી પસાર થઈ રહ્યો હતો.

આ સમયે શ્રદ્ધાના પરિવારમાં ફક્ત 6 ભેંસો રહેતી હતી, જેને લીધે દૂધનો ખુબ સારો ધંધો ચાલી રહ્યો હતો પણ વર્ષ 1998માં, કુટુંબમાં માત્ર એક ભેંસ જ બાકી હતી, કારણ કે આર્થિક સંકડામણને લીધે, ભેંસ વેચીને ઘરખર્ચ કાઢવામાં આવતો હતો. શ્રદ્ધા ધવનના પિતા વિકલાંગ છે કે, જેથી તેમને બાઇક પર દૂધ વેચવા માટે દૂર-દુર સુધી જવું પડતુ હતું.

આ કાર્ય તેના માટે ખુબ અઘરું હતું. કારણ કે, શારીરિક સ્થિતિ જવાબ આપી રહી હતી. વર્ષ 2011માં, પિતાએ તેમની દીકરી શ્રદ્ધાને કાર્ય સંભાળવાની જવાબદારી આપી હતી તેમજ શ્રદ્ધાએ જણાવ્યું કે, ‘મારા પિતા બાઇક ચલાવી શકતા ન હતા. મારો ભાઈ કોઈપણ જવાબદારી ઉપાડવા માટે ખૂબ નાનો હતો. જેથી મેં જાતે જ 11 વર્ષની ઉંમરમાં આ જવાબદારી સંભાળી લીધી હતી.

શ્રદ્ધાને આ કામમાં ખુબ મુશ્કેલી આવી ન હતી. કારણ કે, તેણે બાઈકથી તે જગ્યા પર દૂધ પહોંચાડવાનું શરૂ કર્યું હતુ. શ્રદ્ધાએ ડેરીનાં કામની સાથે જ પોતાના ભણતરને પણ અગત્યતા આપી હતી. આખરે શ્રદ્ધાની મહેનત રંગ લાવી તેમજ અભ્યાસની સાથે જ ડેરીનો વ્યવસાય પણ ચમકતો રહ્યો. આજે પરિણામ એ આવ્યું છે કે, એક સમયે ગરીબીમાં ચાલતો પરિવાર આજે સુખીસંપન્ન જીવન પસાર કરી રહ્યા છે. 

તેણે કહ્યું કે, વર્ષ 2013 સુધીમાં તેને દૂધની મોટી કેટલ્સને લઈ જવા માટે મોટરસાઇકલની ખુબ જરૂર રહેતી હતી. આ સમયે તેની પાસે 12થી વધારે ભેંસો હતી. આ વર્ષે તેમના માટે શેડ બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2015માં તેના 10માં ધોરણ વખતે શ્રદ્ધા એક દિવસમાં 150 લિટર દૂધ વેચતી હતી.

આજે ભેંસને રાખવા એટલો મોટો શેડ બનાવાયો છે કે, સમગ્ર જિલ્લામાં આવા પ્રકારનો શેડ ક્યાય નથી. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત છે તેમજ માસિક આવક 6 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. શ્રદ્ધાએ તેના ડેરી ફાર્મમાં પ્રાણીઓની સંભાળ તેમજ તેમના ખાવા-પીવાની જવાબદારી રાખે છે.

ગાય-ભેંસને ઓર્ગેનિક લીલો ઘાસચારો અપાય છે. આ ઘાસચારો બાજુમાં આવેલ ખેતરોમાં ઉગાડવામાં આવે છે. ભેંસનો શેડ દિવસમાં બે વખત સાફ કરવામાં આવે છે. પશુઓની નિયમિતપણે તપાસ કરવામાં આવે છે. હાલમાં શ્રદ્ધાના ડેરી ફાર્મમાં 80 ભેંસ છે કે, જેમાંથી દરરોજ 450 લિટર દૂધનું ઉત્પાદન થાય છે. એની બુદ્ધિ, પ્રતિભા, સખત મહેનત અને સમર્પણથી શ્રદ્ધા સમગ્ર વિસ્તારમાં સફળ મહિલા ડેરી ફાર્મર તરીકે ઉભરી આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…