ડોક્ટર્સની એક નાની ભૂલના કારણે ત્રણ વર્ષના બાળકે ગુમાવ્યો જીવ- પરિવારના હૈયાફાટ રુદનથી ધ્રુજી ઉઠી આખી હોસ્પિટલ

530
Published on: 7:00 pm, Fri, 17 December 21

ઘણીવાર નાના બાળકો રમકડાં રમતી વખતે, કંઈક ને કંઈક વસ્તુ મોઢામાં નાખે છે. માતા-પિતાએ ખાસ એટલું ધ્યાન રાખવું જોઇએ કે, કોઈપણ નાની વસ્તુ બાળકોને ન આપવી જેના કારણે બાળક ગળી ન જાય. હાલ આવા જ એક સમાચાર સામે આવ્યા છે જેમાં એક નાનકડો બાળક ચુંબક ગળી જાય છે, અને બાળકનું મૃત્યુ થાય છે. ઈન્દોરની આ ઘટના દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

સાડા ત્રણ વર્ષનો બાળક રમતા રમતા ચુંબક ગળી ગયો હતો. પરિવારજનોને ખબર પડતાં જ બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા. તબીબો દ્વારા સૌથી પહેલાં તો બાળકનો એક્સ-રે અને સીટી સ્કેન કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ડોક્ટર્સને સાફ સાફ દેખાઈ રહ્યું હતું. આ ચુંબક બાળકના પેટ સુધી પહોંચી ગયું હતું. બાળકને કઈ થઇ ન જાય તે માટે પરિવારજનો ચિંતાતુર હતાં અને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા.

હોસ્પિટલના મેનેજમેન્ટે એન્ડોસ્કોપી પદ્ધતિથી બાળકના પેટમાંથી ચુંબર કાઢવાનું કહ્યું. પરંતુ તે દિવસે હોસ્પિટલમાં નિષ્ણાંત હાજર નહોતા. આ કારણોસર પરિવારને બીજા દિવસે હોસ્પિટલ આવવાનું કહ્યું. બીજા દિવસે આ બાળકની સર્જરી શરૂ હતી, અને તે દરમિયાન આ બાળકે છેલ્લા શ્વાસ લીધા હતા.

કબીર નામના આ બાળકનું આટલી નાની ઉંમરે મૃત્યુ થતાં, પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ચારે બાજુ રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. આ પરિસ્થિતિમાં કબીરના પિતા સુનિલભાઈ જણાવતા કહે છે કે, ‘ચુંબક ગાળતા જ કબીરને તાવ અને ઉધરસ આવવા લાગી હતી.’ હોસ્પિટલના ડોક્ટરે અમને કહ્યું હતું કે, ‘આજે સારવાર નહિ થાય પરંતુ, બાળક સાજો થઈ જશે.’

પરંતુ જ્યારે એક દિવસ પછી બાળકની સર્જરી થઇ રહી હતી, તે દરમિયાન તેને બેભાન કરી એનેસ્થેસિયા આપ્યું હતું. હોસ્પિટલના ડોક્ટરોએ બાળકના પેટમાંથી ચુંબક કાઢીને પરિવારજનોને બતાવ્યું હતું. અને કહ્યું હતું કે, અડધા કલાકમાં જ બાળકને હોશ આવી જશે. પરંતુ બે કલાક વીતી ગયા અને બાળકને હોશ આવ્યો જ નહીં. જ્યારે ડોક્ટરોએ તપાસ કરી, ત્યારે તેમને જાણવા મળ્યું કે બાળકનું મૃત્યુ થઈ ગયું છે.

પરિવારજનોએ હોસ્પિટલ અને ડોક્ટર્સ પર આરોપ લગાવ્યો છે કે, એનેસ્થેસિયાના વધારે પડતાં ડોઝ ના કારણે આ બાળકનું મૃત્યુ થયું છે. સાથોસાથ પરિવાર ડો. સોનલ અને હોસ્પિટલ મેનેજમેન્ટને આ સમગ્ર ઘટના માટે જવાબદાર ગણાવે છે. નાની ઉંમરે બાળકનું મૃત્યુ થતાં શોકમાં ડૂબેલા પરિવારજનોએ, તરત જ પોલીસ બોલાવી હતી અને પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…