ગુજરાતમાં કાળજું કંપાવી દેતો અકસ્માત- ગાડી તો ઠીક પરંતુ કારમાં સવાર પાંચ લોકોનો કચ્ચરઘાણ નીકળી ગયો

160
Published on: 11:11 am, Sat, 11 December 21

અવાર નવાર અકસ્માતના કારણે, કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. હાલ ગુજરાતમાં આવી જ ઘટના સામે આવી છે જેમાં એક સાથે પાંચ લોકોના કમાટી ભર્યા મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડી તો શું મૃતદેહ પણ ઓળખી શકાતા નહોતા. ગુજરાતના ખેડા જિલ્લામાં મોડી રાત્રે હાઈવે લોહીલુહાણ થયો હતો. કઠલાલમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાતા પાંચ લોકો મોતને ભેટયા હતા. સ્વીફ્ટ કારમાં પાંચ લોકો સવાર હતા અને અકસ્માત એટલો ગંભીર હતો કે swift ગાડીને ઓળખવી પણ ખૂબ જ મુશ્કેલ હતી. કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનાની તસવીરો જોતા લાગે છે કે અકસ્માત એટલો ગંભીર હતો. મૃત્યુ પામેલા પાંચ વ્યક્તિ માંથી બે વ્યક્તિ સુરેન્દ્રનગરના બાબાજીપુરાના હતા. જ્યારે અન્ય મૃતકો અમદાવાદ જિલ્લાના રહેવાસી હતા.

મળતી માહિતી અનુસાર કાર કપડવંજ થી કઠલાલ તરફ આવી રહી હતી, આ દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, એક ટેન્કર ને ઓવરટેક કરવા જતા swift કાર ગંભીર રીતે અથડાય હતી અને જોતજોતામાં કારનો ભૂક્કો થઈ ગયો હતો. કારની દશા જોનારા દરેક લોકોની આંખો પહોળી થઇ ગઇ હતી. ગુરૂવારના રોજ મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુથી સમગ્ર ખેડા જિલ્લામાં હાહાકાર મચ્યો હતો.

GJ 23 AT 5678 (ટેન્કરનો નંબર) વાળું ટેન્કર અને GJ 27 AA 4715 (કારનો નંબર) નંબરની કાર સાથે ભયંકર અથડામણમાં પાંચ લોકોના કમાટીભર્યા મૃત્યુ થયા હતા. કારની સાથે-સાથે, કારમાં રહેલા લોકોની હાલત પણ ખૂબ જ ખરાબ હતી. તેમ છતાં સ્થાનિકોએ કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. કારમાં સવાર 5 લોકોમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ થયેલા વ્યક્તિ ને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર બાદ પાંચમા વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું.

અકસ્માત સર્જાતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોએ જણાવતા કહ્યું કે, ‘ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો છે.’

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…