સુરતમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાપ દીકરીને અડફેટે લીધા- 100 ફૂંટ દુર ફંગોળાતા બાળકીનું દર્દનાક મોત

5981
Published on: 11:04 am, Sat, 5 March 22

આજકાલ વધી રહેલ અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર રાજ્યમાંથી એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉચ્છલ ત્રણ રસ્તા નજીક પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવી બહાર નીકળતા બાઇક ચાલક પિતા-પુત્રીને એક કાર સવારે ટક્કર મારી હતી. જેથી માસૂમ પાર્વતીનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

હોસ્પિટલમાં દાખલ પિતાએ જણાવ્યું હતું કે, બેફામ દોડતી કારે અડફેટે ચઢાવતા પાછળ બેસેલી દીકરી હવામાં ફંગોળાઈને 100 ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી. આટલું જ નહીં પણ તેઓ કારના કાચ ઉપર ધડાકા ભેર અથડાતા ભાન ભૂલી ગયા હતા. આંખ ખુલી ત્યારે હોસ્પિટલમાં હતો. દીકરીના મોતના આઘાતમાં ઇજાગ્રસ્ત પિતા હોસ્પિટલના વોર્ડમાંથી રજા લઈને પોસ્ટમોર્ટમ રૂમની બહાર આવી ગયા હતા. સમગ્ર એક્સિડન્ટ સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું. જેમાં રસ્તો ક્રોસ કરતાં બાઈકને કાર અડફેટે લેતા કેદ થઈ ગઈ છે.

આ અંગે ઇન્દ્રજીતએ જણાવ્યું હતું કે, ઘટના 26મી ફેબ્રુઆરીની છે. ભાઈ અભિષેક પ્રધાન પોતાની નાની દીકરી પાર્વતીને બાઇક ઉપર બેસાડી માંડવીના ગુણના પડાવ પર આવી રહ્યા હતા. આ દરમિયાન, ઉચ્છલ ત્રણ રસ્તા પાસે આવેલા એસ્સારના પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવી અભિષેકભાઈ બાઇક લઈ બહાર આવતા જ એક કારે ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં પિતા-પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા બન્નેને ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી. જ્યાં પાર્વતીનું એક અઠવાડિયાની સારવાર બાદ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ, અભિષેક શેરડી કાપવાની મજૂરી કામ કરી પત્ની અને બે દીકરીઓ સાથે ગુજરાન ચલાવે છે. અકસ્માત બાદ અભિષેકના પગમાં ફેક્ચર થયું હતું. આ ઉપરાંત, ચહેરા પર ગંભીર ઇજાઓ પણ થઈ હતી. અભિષેક અકસ્માત બાદ કારના કાચ સાથે અથડાયો હતો. જ્યારે દીકરી પાર્વતી હવામાં ફંગોળાઈને 100 ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી. ઘટનાને લઈ પોલીસ ચોકીના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતાં. બન્નેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ અંગે પરિવારે જણાવ્યું હતું કે, ઉચ્છલ પોલીસના આભારી છે. અકસ્માત બાદ પોલીસ જવાનો જ એમ્બ્યુલન્સમાં બન્ને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જયાંથી સુરત સિવિલ લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં માસૂમ પાર્વતીને ઓપરેશન થયા બાદ પણ બચાવી શક્યા ન હતા. કારણ કે, તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જોકે, અભિષેકને બચાવી લેવામાં આવ્યો હતો અને હાલ એની તબિયત સારી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…