મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં નમસ્કાર ચોક ખાતે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. એક લેનમાંથી બીજી લેનમાં વળાંક લેતી વખતે પાછળથી આવતી બસે બાઇકને કચડી નાખ્યું હતું. આ અકસ્માતમાં બાઇક પર બેઠેલા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બસ આ બંનેને કચડીને આગળ નીકળી ગઈ હતી. આ દુર્ઘટના મંગળવારે બની હતી અને આજે તેનો CCTV વીડિયો સામે આવ્યો છે.
નાંદેડ પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ શિવાનંદ ડાંગે અને ઈન્દુબાઈ દાગે તરીકે થઈ છે. જ્યારે ગોવિંદ મોરે નામનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અકસ્માતની સૌથી દુઃખદ વાત એ છે કે, ઈન્દુબાઈ ગર્ભવતી હતી અને આ અકસ્માત પછી તેમના પેટમાં રહેલું બાળક પણ આ દુનિયા છોડીને ચાલ્યુ ગયું.
View this post on Instagram
આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગોવિંદ પણ તેની બાઇક પર પાછળ બેઠો હતો અને ટક્કર માર્યા બાદ નીચે પડી ગયો હતો. જોકે, ઘટના બાદ પોલીસ દ્વારા ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. તેની સામે બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે બાઈક ખોટા રસ્તે વળે છે અને પાછળથી આવતી બસ સાથે અથડાય છે. આ અકસ્માત અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…