દીકરીના લગ્નમાં પિતાએ કંકોત્રીમાં એવું લખાણ કરાવ્યું કે, વાંચનારાઓની આંખો ભીની થઇ ગઈ

112
Published on: 12:19 pm, Fri, 17 December 21

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે, તેની દીકરીના ધામ-ધૂમ થી લગ્ન થાય. પરંતુ આજે પણ દેશના ઘણા વિસ્તારોમાં દહેજ પ્રથાના કારણે કેટલાય પરિવારો તૂટતા અને વીખરતા દેખાઈ રહ્યા છે. આજના સમયમાં ઘણા લોકો, દહેજ પ્રથા નાબૂદ કરવા અવનવા કાર્યો કરીને સમાજમાં અનોખી પહેલ પ્રસરાવતા હોય છે.

હાલ આવી જ એક અનોખી પહેલ એક પિતાએ દીકરીના લગ્નમાં કરી હતી. દરેક માતા-પિતાનું સપનું હોય છે કે, દિકરીને સાસરીયામાં માન-સન્માન મળે, પ્રેમ મળે અને હંમેશા ખુશ રહે. એટલે જ પિતા પોતાના જીવનની બધી જ બચત અને કમાણી દીકરીના લગ્નમાં ખર્ચી નાખે છે, અને દીકરીનું કન્યાદાન કરે છે.

લગ્નનો ખર્ચો ખૂબ જ હોય છે, ને માથે દહેજની પણ ચિંતા પિતાને હંમેશાં રહે છે. ખરેખર આ ઘટના દરેક માટે સમજવા જેવી છે અને જીવનમાં ઉતારવા જેવી છે. એક લગ્નમાં, પિતાએ ખાસ કંકોત્રી બનાવડાવી હતી. આ કંકોત્રી માં સાફ સાફ લખ્યું હતું કે, દહેજ પ્રથા સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવી છે. સાથોસાથ દેશના સેંકડો માતા-પિતાને સંદેશો પાઠવ્યો હતો કે, ‘ક્યારે દહેજ લેવું ન જોઈએ.’

દીકરીના પિતાએ લગ્ન કંકોત્રીમાં લખાવ્યું છે કે…
લગ્ન કરાવનાર પંડિતને 1100 રૂપિયા
સગુનના 1100 રૂપિયા
થાળીમાં 5100 રૂપિયા
દરવાજો રોકવા માટે 1100 રૂપિયા

ભાટમાં 5100 રૂપિયા
વરમાળા દરમિયાન 10 રૂપિયા
પાનના 1100 રૂપિયા અને
ચાંલ્લાના 50 રૂપિયા

સાથોસાથ આ કંકોત્રીમાં વ્યસનને લઈને લોકોને જાગૃત કરવાની અનોખી પહેલ શરુ કરવામાં આવી હતી. દીકરીના પિતાએ કંકોત્રીમાં જ લખાવ્યું હતું કે, લગ્નમાં કોઈ પણ દારૂ લાવવો નહિ અને કોઈ એ દારૂ પીવો પણ નહિ. સાથોસાથ આ કંકોત્રીમાં દીકરીઓને ભણાવવા અને બચાવવા માટેની પણ અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. અને જણાવ્યું છે કે, આપણે ક્યારેય પણ દહેજ ન લેવું જોઈએ અને કોઈને આપવું ન જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…