ચોમાસાની વિદાયને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર- હવામાન વિભાગે આપી 1001 ટકા સાચી માહિતી

281
Published on: 3:54 pm, Fri, 1 October 21

ગુજરાત રાજ્યમાં હવે ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી જાણકારી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ચોમાસું હવે જલ્દી જ વિદાય લેશે. સાથે જ હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 6 ઓક્ટોબરથી ચોમાસું હવે વિધિવત રીતે વિદાય લેવા માટે જઈ રહ્યું છે. ચોમાસુ ક્યારે વિદાય લેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરીને માહિતી આપવામાં આવેલ છે.

રાજ્ય પરથી શાહીન વાવાઝોડાનો ખતરો ટળ્યો:
પહેલા પણ ગુજરાત રાજ્યમાં શાહીન વાવાઝોડાનું સંકટ હતું પરંતુ આ શાહીન વાવાઝોડું સક્રિય ન થયું. જેથી તેનો જે ખતરો મંડરાઈ રહ્યો હતો તેનો અંત આવ્યો છે. રાજ્યમાં અગામી 4 થી 5 દિવસ રાજ્યમાં હળવાથી માધ્યમ પ્રમાણમાં વરસાદ પડશે. જોકે રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે. આ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં આ વર્ષે 2 ટકા કરતા વધારે વરસાદ નોંધાયો:
નોંધનીય છે કે, હવે રાજ્યમાં નવરાત્રી સમયે વરસાદનો ભય પણ નહી રહે અને ગરબા પ્રેમીઓ ઉત્સાહ પૂર્વક નવરાત્રીનો આનંદ માણી શકશે. રાજ્યમાં હવે વરસાદની ઘટ પણ સંપૂર્ણ પણે દૂર થઇ ગઈ છે. આ વર્ષે ગુજરાતમાં 2 ટકાથી વધારે વરસાદનોંધાઈ ચુક્યો છે. જેના કારણે રાજ્યમાં હવે પાણીની અછતનો પ્રશ્ન પણ ઉભો નહિ થાય. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર બાજુ પડ્યો હતો અને લોકોના મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. જેથી લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

ભારે વરસાદ પડવાને કારણે અને અતિવૃષ્ટિને કારણે જળ બંબાકાર અને ચારેય બાજુ પાણી પાણી જેવી પરિસ્થિતિ સર્જાય હતી. જેને લઈને ખેડૂતોના ઉભા પાકો પાણીમાં ધોવાઇ ગયા હતા. ત્યારે હવે આગામી સમયમાં રાજ્યમાં છૂટો છવાયો અને હળવો વરસાદ પડશે. જેને લીધે રાજ્યના ખેડૂતો પણ ખુશ થયા છે. હવામાન વિભાગે સતાવાર રીતે માહિતી આપી છે કે થોડા સમય પછી એટલે કે 6 થી 7 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે.

જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે વાતરવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હજુ પણ આગામી સમયમાં છૂટો છવાયો વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…