જાણો શા માટે ઊંટડીનાં દૂધને ‘સફેદ સોનુ’ કહેવાય છે? ફાયદાઓ જાણીને આજથી જ પીવા લાગશો

272
Published on: 11:22 am, Sat, 16 October 21

આપને ખબર જ હશે કે, ઊંટને રણનું જહાજ કહેવામાં આવે છે આ વાતથી તમામ લોકો જાણકાર હશે જ કે, જે રીતે ભારતમાં ગાયનું દૂધ સૌથી વધુ લોકપ્રિય છે એ જ રીતે સાઉદી અરબમાં ઊંટડીનું દૂધ અતિલોકપ્રિય છે.સાઉદી અરેબિયાના રણમાં લોકો પરિવહન માટે ઊંટનો જ ઉપયોગ કરતા હોય છે તેમજ તેને ત્યાનું વાહન માનવામાં આવે આવે છે.

ઊંટનો ઉપયોગ માત્ર પરિવહન માટે જ નહીં પરંતુ દૂધ માટે પણ કરવામાં આવતો હોય છે. આપને જણાવી દઈએ કે, ઊંટડીને સફેદ સોનુ પણ કહેવામાં આવે છે. હવે તમારા મન માં એ પ્રશ્ન થશે કે, શા માટે ઊંટના દૂધને સફેદ સોનુ કહેવામાં આવે છે? આવો જાણીએ…

યુનાઇટેડ અરબમાં ઊંટડીના દૂધથી બનાવેલ પ્રોડક્ટ ખુબ જ લોકપ્રિય છે તેમજ ત્યાંના લોકો દૈનિક જીવનમાં ઊંટડીના દૂધનો ઉપયોગ પણ કરતા હોય છે. હવે ઊંટડીના દૂધના ફાયદા જાણીને અન્ય કેટલાક દેશો જેમ કે ભારત, બાંગ્લાદેશ તથા ઈરાન માં પણ આ દૂધની માંગ વધી રહી છે.

યુનાઇટેડ અરબ અમીરાતમાં પણ ઊંટડીના દૂધની ખુબ જ માંગ રહેલી છે. ઊંટડીનું દૂધ દિવસમાં 2 વખત કાઢવામાં આવતું હોય છે. આની સાથે એક ઊંટડી દિવસમાં અંદાજે 7 લીટર દૂધ આપે છે. ઊંટડીના દૂધમાં ગાયના દૂધના તુલનાએ અડધા ફેટ હોય છે.

એવું કહેવાય છે કે, જો કોઈપણ વ્યક્તિનું મગજ નબળું હોય તો એને દરરોજ ફક્ત 1 ગ્લાસ ઊંટડીનું દૂધ પીવરાવવામાં આવે તો એનું મગજ તેજ થઈ જશે. આનો ઉપયોગ મોટેભાગે બાળકો માટે કરવામાં આવતો હોય છે. રૈના નામની જનજાતિ પર એક શોધ કરાઈ હતી કે, આ જાતીમાં એક પણ માણસ ને ડાયાબીટીસ નથી. કારણ કે, આ જનજાતિ માં તમામ લોકો ઊંટડીના દૂધ નો ઉપયોગ કરતા હોય છે.

આજના સમયમાં કેટલાક વૈજ્ઞાનિકો ઊંટડીના દૂધનો દવા બનાવવામાં ઉપયોગ કરતા હોય છે. કારણ કે, ઊંટડીના દૂધ માંથી બનાવેલ દવાથી કેટલાક પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. જો કે, આવનાર સમયમાં 70%  દવાઓમાં ઊંટડીનું દૂધનો ઉપયોગ કરાશે.

યુનાઇટેડ અમીરાત તથા મિશ્ર સિવાય ઊંટડીના દૂધની માંગ ભારતમાં આવેલ રાજસ્થાન, અમદાવાદ,સુરત,પુણે,મુંબઇ તેમજ અન્ય કેટલાક શહેરોમાં સતત વધતી જઈ રહી છે. અહીંના લોકોએ ઊંટડીના દૂધનો ઉપયોગ કર્યો તેમજ તેઓ ખુબજ ખુશ થયા છે.

ગાયના દૂધમાં કેલ્શિયમ રહેલું હોય છે પરંતુ એના કરતાં પણ વધુ ઊંટડીના દૂધમાં કેલ્શિયમ પ્રાપ્ત થાય છે. એને પીવાથી હાડકા મજબૂત થાય છે, આની સાથે જ તેમાં લેફટોફેરીન પણ મળી આવે છે કે, જે કેન્સર સાથે લડવામાં મદદરૂપ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…