બેફામ ટ્રક ચાલકે રોડ કિનારે સુતેલ ભિક્ષુક પરિવારને કચડયો, એક બાળકનું ઘટના સ્થળે જ મોત – ‘ઓમ શાંતિ’

179
Published on: 9:50 am, Mon, 6 June 22

આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં કેશોદ શહેરનાં મકસૂદ ચોક ખાતે રાત્રિના સમયે ભાવનગરનો એક ભિક્ષુક પરિવાર સુતો હતો. આ દરમિયાન, 12:30 કલાકે એક ટ્રક ચાલકે રિવર્સ લેતાં ટ્રક પરિવાર પર ફરી વળ્યો હતો. જેમાં એક બાળકનું માથુ કચડાઈ જતા મોત નિપજ્યું હતું. જ્યારે માતાનો પગ કચડાઈ જતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

ત્યારે જાણવા મળ્યું છે કે, બાજુમા સુતેલા 3 બાળકો અને પિતાનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કેશોદના ટીલોરી નદી કાંઠે મકસૂદ ચોકમાં રાત્રીના 12:30 કલાકે મુળ ભાવનગરના ભીક્ષુક પરીવાર પર જીજે 02 ટી 6970 રિવર્સ ટ્રક ફરી વળતા ભીક્ષુક પરીવાર કચડાઈ ગયો હતો.

જેમાં એક 3 વર્ષના બાળક અને તેની માતાને ગંભીર ઇજા પહોંચી હતી. આસપાસના રહીશો દ્વારા આ તમામને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં મદદ કરવામાં આવી હતી. જયાં હાજર ડોકટર દ્વારા એક બાળકનું મોત થયાનું જાણવા મળ્યું હતું. જયારે બાળકની માતાનો પગ કચડાતાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ સ્થાનિક સામાજિક કાર્યકરો દ્વારા આર્થિક યોગદાન આપી પરિવારને ભાવનગર મોકલી આપવા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ટ્રક ડ્રાઇવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ સ્ટેશન પીઆઇ બી. બી. કોલી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…