હવે તો બેદરકારીથી વાહન ચલાવવું એ નવી વાત નથી તેવું લાગી રહ્યું છે. જેના કારણે દરરોજ કેટલાય નિર્દોષ નાગરિકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી સહજાનંદ કોલેજ નજીક તેના પુત્રને શાળાએ મૂકવા જતી મહિલા કર્મચારીને ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી.
આ દરમિયાન માતાની નજર સામે જ બાળકનું મોત નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આંબાવાડીમાં આવેલી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં ભણતા દહર ભટ્ટ માતા સુરભિની સામે જ ડમ્પર નીચે કચડાઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે, બાળકનો 1 જૂને જન્મદિવસ હતો.
આ પ્રકારની ઘટના હવે રોજેરોજ બનતી જોવા મળી રહી છે. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે. જેમાં બેદરકાર વાહન ચાલકોના કારણે નિર્દોષ લોકોના જીવનનો કરુણ અંત આવે છે. કોઈ નિર્દોષ વ્યક્તિ મોતના મુખમાં ન ધકેલાય તે માટે આવા તત્વોને કાબૂમાં લેવાની જરૂર છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…