સફેદ દુધની આડમાં ચાલી રહ્યો હતો કાળો કારોબાર- આ રીતે પોલીસે કર્યો પર્દાફાસ

148
Published on: 6:37 pm, Wed, 20 October 21

હાલમાં જયારે સમગ્ર રાજ્યમાં દારૂબંધીની વાતો ચાલી રહી છે ત્યારે આ બાબત ફક્ત કાગળિયાં પર જ છે. કારણ કે, છાશવારે રાજ્યમાં દારૂના જથ્થાનો તથા બુટલેગરોનો પર્દાફાશ થતો રહેતો હોય છે ત્યારે આવા સમયે ગાંધીનગરમાં કઈક આવી જ એક ઘટના બનવા પામી છે કે, જેમા દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે.

પોલીસ દ્વારા ટેન્કરમા રહેલ દારૂ પકડી પાડવામાં આવ્યો છે. આની સાથે જ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમૂલ દૂધના ટેન્કરમાંથી પોલીસને કુલ 7,668 નંગ દારૂનો જથ્થો મળી આવેલ છે. જો કે, ટ્રકનો ડ્રાયવર ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરીને કુલ 15.06 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આની સાથે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ આ દારૂનો જથ્થો અમદાવાદ પહોચાડવાના હતા.

જો કે, દારૂનો જથ્થો અમદાવાદ પહોચે એના પહેલા જ પોલીસ પેટ્રોલીંગમાં કાર પકડાઈ ગઈ હતી. પોલીસને મળેલ બાતમી પ્રમાણે, સોનીપુર-કોલવાડા રોડ પરથી એક દૂધની ટેન્કર જવાની છે કે, જેમા ખુબ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ દ્વારા મળેલ બાતમીને આધારે વોચ ગોઠવી દેવામાં આવી હતી.

જયારે ટેન્કર ત્યા પાસે આવી કે, એમાંથી પોલીસે દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જો કે, પોલીસને જોઈ ડ્રાઈવર ત્યાથી બાગી ગયો છે કે, જેથી સમગ્ર મામલે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. અહીં નોંધનીય છે કે, પોલીસે કુલ 7,668 જેટલી દારૂની બોટલો કબ્જે કરી લીધી છે.

આની સાથે જ ટેન્કરને પ્રોટેક્ટ કરતી એક કાર પણ પોલીસ દ્વારા ડ્રાઈવરની સાથે ઝડપી પાડવામાં આવી છે ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, દારૂ રાજસ્થાનથી આવ્યો હતો કે, જેથી હવે સમગ્ર મામલે પોલીસ આગળ તપાસ કરી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…