અહિયાં હજારો ફૂટ ઉંચે હેલિકોપ્ટરમાં લટકતી દેખાઈ ગાયો, આ વિડીયો જોઇને આંખો પહોળી થઇ જશે

Published on: 3:03 pm, Mon, 6 September 21

જગતના તાતનું હૃદય ગૌમાતા માટે કેટલું નરમ હોય છે તેનું એક જીવતું-જાગતું ઉદાહરણ સ્વિટ્ઝરલેન્ડમાં જોવા મળ્યું હતું. અહીં કેટલીક ગાયોને એરલિફ્ટ મારફતે પર્વત પરથી નીચે લાવવામાં આવી છે. જેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

ગાયોનું આ એરલિફ્ટિંગ ખેડૂતોએ જાતે કર્યું છે. તેની પાછળનું કારણ ખુબ ચોંકાવનાર છે. આ ગાયોને હેલિકોપ્ટર દ્વારા પર્વતો પરથી એરલિફ્ટ કરવામાં આવી છે તેમજ એરલિફ્ટ કરીને ઘાસના મેદાનોમાં લઈ જવામાં આવી છે. આમ, ગૌ માતાને બચાવી લેવાઈ છે.

જાણો શું છે સમગ્ર મામલો?
મળી રહેલ જાણકારી પ્રમાણે, આ ગાયો ઉનાળામાં ચરવા માટે પર્વતો પર જતી હોય છે તેમજ શિયાળામાં તેમને મેદાનોમાં પાછી લાવવામાં આવે છે. કેટલીક ગાયો બીમાર પડી તેમજ અમુક પર્વતો પર ઘાયલ થઈ હતી. આ માર્ગ એવો ન હતો કે, તેમને કાર દ્વારા નીચે લાવી શકાય, ખેડૂતો દ્વારા તેમને હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં અઆવ્યો હતો.

ખૂબ કાળજીપૂર્વક એરલિફ્ટિંગ કરાયું:
એરલિફ્ટિંગ વખતે ગાયો ગભરાઈ નહીં એની માટે યોગ્ય રીતે કેબલ તથા દોરડાથી બાંધવામાં આવ્યા હતા. ખેડૂત જોનાસ આર્નોલ્ડ જણાવે છે કે, ‘કેટલીક ગાયો ઘાયલ થઈ હતી તેમજ અમે તેમને ચલાવીને નીચે લાવવા માંગતા નથી. બાકીના વાહનો ગોચર સુધી પહોંચી શક્યા ન હતા. જેથી અમે તેમને હેલિકોપ્ટરમાં નીચે લાવવાનું નક્કી કર્યું હતું.

આ પ્રક્રિયા ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ ગઈ હતી. આની સાથે જ સ્વસ્થ ગાયો જાતે જ ચાલવાથી પર્વત પરથી નીચે આવી હતી. ટોળામાં અંદાજે હજાર ગાયો હતી કે, જેમાંથી 10 જેટલી ગાયોને એરલિફ્ટ કરીને નીચે લાવવામાં આવી હતી. પ્રાણીઓને બિનજરૂરી રીતે હેરાન કરવાના કેટલાક કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે પ્રાણીઓ પ્રત્યે આટલો પ્રેમનો આ કિસ્સો ખરેખર ખુબ અજોડ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…