
તુગલી મંડળના ચિન્ના જોનાગિરીના એક સ્થાનિક ખેડૂતને તેના ખેતર માં કામ કરતી વખતે એક હીરો મળ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતે સ્થાનિક વેપારીને રૂ. 1.2 કરોડમાં 30 કેરેટ વજનનો હીરા વેચી દીધો છે.
આંધ્રપ્રદેશના રાયલાસીમા ક્ષેત્ર હેઠળ કુર્નૂલમાં ફરી એકવાર હીરા મળવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જ્યાં એક ગરીબ ખેડૂતનો દાવો છે કે તેને તેના ખેતરમાં કામ કરતી વખતે 30 કેરેટનો હીરો મળ્યો છે. ખેડૂતના દાવા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરીદીધી છે.
પોલીસ અધિકારી કુરુલનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે , તેમણે આ હકીકતની પુષ્ટિ કરવા જણાવ્યું હતું અને છેલ્લા ઘણા દાયકાઓથી, આ જિલ્લામાં જૂનથી નવેમ્બરની વચ્ચે કીમતી ચીજ વસ્તુ ઓં મળે છે.
આટલું જ નહીં, ચોમાસા પૂર્વેની અને મોસમ પછીના સમયગાળામાં ઘણા ગામલોકોને જોનાગિરી, તુગલી, મડિકેરા, પેગાદિરાઈ, પેરાવલી, મહાનંદી અને મહાદેવપુરમ ગામોમાં હીરા મળ્યાં છે.
લોકો નું માનવું છે કે વરસાદ માં જમીન નું ઉપર નું પડ ધોવાય જાય છે અને નીચે રહેલ પડ ઉપર આવે જે જેમાં કિંમતી ચીજ વસ્તુ ઓં છુપાયેલી હોય છે.