ધાર્મિક નહિ પરંતુ હવે તો વૈજ્ઞાનિકો પણ માને છે કે, ઉપવાસ કરવાથી શરીરને થાય છે અગણિત ફાયદાઓ

259
Published on: 11:11 am, Mon, 15 November 21

આપ સૌને ખબર જ હશે કે, ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસને હંમેશા અગત્યનું સ્થાન આપવમાં આવ્યું છે ત્યારે આપને જણાવી દઈએ કે, આપણા પૂર્વજોએ પણ ઉપવાસના કેટલાક ફાયદાઓ વર્ણવ્યા છે. જ્યારે મુસ્લિમ સમુદાયમાં રોઝા રાખવાની પરંપરા રહેલી છે તેમજ એનાથી અનેક ફાયદાઓ થાય છે.

ઓછું ભોજન લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે હંમેશા ફાયદાકારક માનવામાં આવે છે પણ હાલમાં ઉંદરો પર થયેલ સંશોધનમાં આ વાતનો ખુલાસો થયો છે. ઉંદરોને ઓછું ખાવાથી ખુબ ફાયદો થયો છે. જેનાથી તેમનું સ્વાસ્થ્ય સારું તેમજ ઉંમર લાંબી થઈ છે. સંશોધકોએ અભ્યાસ અર્થે ઉંદરોના વિવિધ ખોરાક પર સંશોધન કર્યુ તો જાણવા મળ્યું કે, ઓછો ખોરાક લેતા ઉંદરો લાંબુ જીવન જીવે છે.

ફક્ત ખોરાકનું પ્રમાણ જ જરૂરી નથી પણ કેલરી મર્યાદિત કરનાર ખોરાક તે નક્કી કરે છે કે, ઉંદરો દિવસમાં કેટલા સમય સુધી ભૂખ્યા રહી શકે છે. આનાં સિવાય ભૂખ્યા રહેવાની મર્યાદા નક્કી કરવાથી પણ સ્વાસ્થ્ય તથા જીવનને કેટલાક ફાયદાઓ થાય છે. સંશોધકોએ ઉંદરોને અલગ-અલગ ગૃપમાં વહેંતીને અનેકવિધ ખોરાક પર રાખ્યા હતા કે, જેમાં કંટ્રોલ સમૂહ પાસે નિયમિત ભોજનની અમર્યાદિત પહોંચ હતી.

વારંવાર કરતા એકવાર ખાવું વધુ ફાયદાકારક:
આ સિવાય બીજા બે ગૃપમાં 30% કેલેરી રહેલી હતી કે, જેમાં એક ગૃપમાં ઓછી કેલેરી વાળું ભોજન અપાયું હતું તેમજ બીજી ગૃપમાં ફક્ત 3% કેલેરી વાળું ભોજન એક જ સાથે આપીને 21 કલાક સુધી ભોજન વિના જ રાખવામાં આવ્યા તો સામે આવ્યું કે, બે વખતના ભોજન વચ્ચે 21 કલાક સુધી મર્યાદિત કેલેરીવાળો ખોરાક લેનાર ઉંદરો અન્ય ઉંદરો કરતા દોઢ વર્ષ વધુ જીવ્યા કે, જે દિવસમાં ગમે ત્યારે ગમે તેટલું ભોજન લેતા હતા.

ફક્ત મર્યાદિત કેલેરી પૂરતી નથી:
બીજી બાજુ સતત ઓછી કેલેરી વાળું ભોજન લેનાર ઉંદરો કંટ્રોલ ગૃપની તુલનાએ ઓછું જીવન જીવ્યા હતા. મર્યાદિત કેલેરી વાળા ખોરાક લીધા પછી પણ ઉપવાસનો સમયગાળો નક્કી કરવો સૌથી અગત્યનો છે કે, જ્યારે જે ગૃપને કંટ્રોલ ગ્રુપ જેટલો જ ખોરાક ખાવા માટે તાલીમ આપવામાં આવી હતી.  બંને ગૃપને એકસમાન લાભ થયા છે.

ભોજન વચ્ચેનો સમયગાળો મહત્વનો:
સંશોધકોનું જણાવવું છે કે, ખુબ ટૂંકાગાળાના માનવીય અભ્યાસો તે વાતની પુષ્ટિ કરે છે કે, દિવસમાં 8 કલાક ન ખાવાથી કેટલાય ફાયદાઓ થાય છે પણ તેના લાંબાગાળાની અસરો અંગે જાણકારી નથી. તેમનું માનવું છે કે, ઉંદરો તથા માનવીઓની ખોરાક પચાવવાની પ્રક્રિયાની ગતિમાં ખૂબ તફાવત રહેલો છે.

જેથી આ પરીણામો માણસો પર લગાવવા ખુબ મુશ્કેલ બન્યા છે. એમ છતાં પણ સંશોધકોનું જણાવવું છે કે, જો તેને માણસોની દ્રષ્ટિએ જોવામાં આવે તો મર્યાદિત કેલેરી વાળો ખોરાક દિવસભર લેવાથી લોકો ઉપવાસથી થતા ફાયદાઓ ગુમાવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…