નાગપુરનો હાઈવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો: કાર અને ટ્રકની ટક્કર થતા એકસાથે 7 લોકો મોતને ભેટ્યા

589
Published on: 12:08 pm, Tue, 10 May 22

નાગપુરમાં શનિવારે વહેલી સવારે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. અહીંના ઉમરેડ રોડ પર કાર અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ઓવરટેકિંગને કારણે થયો હતો, જેમાં ટવેરા કાર ઉડી ગઈ હતી. ખાસ વાત એ છે કે, કારમાં બેઠેલી બાળકીનો જીવ બચી ગયો છે અને તેની સારવાર નાગપુરની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 6 મહિલાઓ છે. ઉમરેડ રોડથી નાગપુર શહેર તરફ આવતી વખતે કારનો અકસ્માત થયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે કારની સ્પીડ 100 કિમી પ્રતિ કલાકથી વધુ હતી. ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે કાર સાઈડ સાથે અથડાઈ હતી અને રોડની વચ્ચે ઘણી વખત પલટી ગઈ હતી.

આ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કારમાં એક યુવતી સહિત 9 લોકો સવાર હતા. જ્યારે બચી ગયેલા અન્ય એક વ્યક્તિની હાલત પણ નાજુક છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જે પણ વ્યક્તિએ દુર્ઘટના સ્થળે કે તેના પછીની પરિસ્થિતિ જોઈ તેનું હૃદય હચમચી ગયું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારમાંથી મૃતદેહોને ખૂબ જ મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર નુરુલ હસન, ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર સારંગ આવ્હાદ અને અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માતને પગલે કલાકો સુધી વાહનવ્યવહારને અસર થઈ હતી અને રસ્તા પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.

આ પહેલા શુક્રવારે અહમદનગરના કોપરગાંવ તાલુકામાં એક ભયાનક અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઓટોરિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત કોપરગાંવ તહસીલના દૌચ ખુર્દ વિસ્તારમાં જગડે ફાટા કોપરગાંવ હાઈવે પર પગારે વસ્તી પાસે થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, રિક્ષાને સંપૂર્ણ નુકસાન થયું હતું અને 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…