ગુજરાતના હજારો પશુઓમાં ફેલાઈ ભયંકર બીમારી… અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રવાના થઇ ચિકિત્સકોની ટીમો…

325
Published on: 11:54 am, Mon, 23 May 22

આશરે સાત મહિના પહેલા અબડાસા તાલુકાના વિવિધ ગામોના પશુધનમાં કાઉપોક્સ નામનો રોગ ફેલાયો હતો જે હવે ધીરે ધીરે લખપત તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં પણ ફેલાઈ ગયો છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે પશુચિકિત્સકોની ટીમ એક્શનમાં આવી ગઈ છે અને કેટલાક ગામોમાં રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, કૈયારી અને કપુરાશી સહિતના ગામોમાં છેલ્લા બે દિવસથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે લખપતમાં 85,000 પશુધન છે, ત્યારે 50 ટકા પશુઓને કાઉપોક્સ નામની બીમારીનો ચેપ લાગ્યો છે. લખપત તાલુકામાં શીતળાનો રોગચાળો ફેલાયો છે, જેના કારણે ઢોરનું મોં ઝકડાઈ જાય છે, શરીરના અમુક ભાગો ઉપસી આવે છે, અમુક ભાગ ફાટી જાય છે અને પગમાં કીડા પડી જાય છે. રોગના કારણે પશુઓને કઈ પણ ખાઈ શકતા નથી જેના કારણે પશુઓ મૃત્યુના આરે ધકેલાઈ રહ્યા છે.

લખપત તાલુકામાં માનવ વસ્તી કરતા વધુ પશુધન છે. ઘાસ અને પાણીની અછતને કારણે માલધારીઓ ભૂખે મરતા હોય છે. તેવામાં આ રોગ દાઝયા પર દામની જેમ ફેલાઈ રહ્યો છે. જેના કારણે માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. એક-બે પશુઓ હોવાના કારણે ભરવાડોને રોજગારી મળી રહી નથી. પશુ માલિકોમાં એવી પણ અફવા ફેલાઈ હતી કે સરકારી તબીબ માત્ર દેખાડો કરવા માટે પશુની તપાસ કરવા જતા હતા.

આ વિસ્તારના લોકો માટે ખાનગી હોસ્પિટલમાંથી રોગની સારવાર કરાવવી અશક્ય છે અને દવા ખૂબ મોંઘી છે. બીજી બાજુ આ દવા સ્થાનિક વિસ્તારમાં ક્યાંય ઉપલબ્ધ નથી. એક સ્થાનિકે જણાવ્યું હતું કે, પ્રાણીઓને તાત્કાલિક ધોરણે રસી આપવી જોઈએ અને રાજ્ય સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેવા અને મોંઘા પ્રાણીઓને બચાવવા તાત્કાલિક અસરથી ટીમો મોકલવી જોઈએ.

આ અંગે પશુ ચિકિત્સક જગદીશભાઈએ ચોક્કસ વિગતો આપતાં કહ્યું હતું કે, લખપત તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી કાઉપોક્સ નામનો રોગ જોવા મળી રહ્યો છે અને તે વધુને વધુ ફેલાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી છેવાડાના ગામડાઓમાં રસીનો ઓર્ડર આપીને રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. કૈયારી ગામમાં આ રોગ કાબૂમાં છે અને કપુરાશીમાં રવિવારે બપોરે રસીકરણ માટે ગયા હોવાનું જણાવ્યું હતું.

લખપત તાલુકાના મુખ્ય ચિકિત્સક ડો.ભાવિક રાજને જણાવ્યું કે, લખપતના ગામડાઓ જેમ કે કપુરશી અને કૈયારીમાં આ રોગની સારવાર શરૂ થઈ ગઈ છે, તેમને રસી આપી શકાતી નથી. જોકે, આજુબાજુના ગામડાઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે જેથી જો રોગ ફેલાય તો તે ગામના ઢોરને લાગુ ન પડે અને પશુધન તંદુરસ્ત રહે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…