આ લોકપ્રિય અભિનેત્રીનું 26 વર્ષની વયે અકસ્માતમાં મોત થતા છવાયો માતમ- ઓમ શાંતિ 

594
Published on: 4:52 pm, Tue, 22 March 22

લોકપ્રિય તેલુગુ અભિનેત્રી ગાયત્રી ઉર્ફ ડોલી ડીક્રુઝનું તાજેતરમાં કાર અકસ્માતમાં નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર ગાયત્રી તેના મિત્ર સાથે કારમાં જઈ રહી હતી. આ અકસ્માતમાં તેના મિત્રનું પણ મોત થયું હતું. આ ઘટના હૈદરાબાદના ગચીબોવલી વિસ્તારમાં બની હતી. ગાયત્રીના નિધનથી દરેક વ્યક્તિ આઘાતમાં છે અને તેના ચાહકો ખૂબ જ દુઃખી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાયત્રીનો મિત્ર ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. પરંતુ, તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ગાયત્રીને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે તેના મિત્ર રાઠોડનું હોસ્પિટલમાં મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન કારે એક રાહદારી મહિલાને પણ ટક્કર મારી હતી અને તેનું પણ મોત થયું હતું.

ગાયત્રીની વાત કરીએ તો તે માત્ર 26 વર્ષની હતી. ગાયત્રીના મૃત્યુની જાણ તેની સહ-અભિનેતા સુરેખા વાણીએ જણાવી હતી. જેણે શોમાં તેની માતાનો રોલ કર્યો હતો. સુરેખાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “તમે આ માતાને કેવી રીતે છોડી શકો છો. ખરેખર તમારી સાથે શ્રેષ્ઠ સમય પસાર કર્યો. હજુ પણ મને વિશ્વાસ નથી આવતો..! શું તમે જલ્દી પાછા આવી શકશો? આપણે એક સરસ પાર્ટી કરીશું. ઘણી બધી વાતો શેર કરવાની છે..! સાથે મળીને ઘણું બધું કરવાનું છે. આ અમને છોડીને જવાનો સમય નથી. હું તમને યાદ કરવા માંગતી નથી. લવ યુ હંમેશા.”

ગાયત્રીએ તેલુગુ વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ અંતે’થી લોકપ્રિયતા મેળવી હતી. આ સાથે, તેણે તેની યુટ્યુબ ચેનલ, જલ્સા રાયડુ દ્વારા પણ ઘણી લોકપ્રિયતા મેળવી. આ સિવાય ગાયત્રીએ ઘણી શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી અને ત્યાં તેની ફેન ફોલોઈંગ પણ ઘણા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…