ગાંધીના ગુજરાતમાં કરોડોના ડ્રગ્સ વેપારનો પર્દાફાશ- વેચવા માટે સારા ઘરની છોકરીઓ કહો એ કરવા હતી તૈયાર

108
Published on: 1:42 pm, Wed, 24 November 21

આજકાલ ગોરખધંધા અને નશાના કારોબારમાં મોટા મોટા શહેરો ડૂબવા લાગ્યા છે. દરેક વ્યક્તિ જાણે છે કે, ડ્રગ્સ સાથે જોડાયેલ કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે. જેમાંથી કેટલાક ડ્રગ્સ ડીલરોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે. હાલમાં જ પોલીસ દ્વારા બે ડ્રગ્સ ડીલરોની વધારે પુછપરછ કરી તેમની પાસેથી ચોંકવનાર માહિતી મેળવી છે.

મળતી માહિતી મુજબ, આ બંને ડ્રગ્સ ડીલરો અમેરિકાથી ડ્રગ્સ મંગાવી રાજ્યમાં લાવતા હતા. પરંતુ, તેમની સાથે જે ગ્રાહકો જોડાયેલ છે તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરીને બધાને ચોંકાવી દીધા છે.

કારણ કે, તેમાં ઘણા નામ પણ સામે આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, આ બન્ને ડ્રગ ડીલર અમેરિકન ડ્રગ મેળવી છૂટકમાં વેચાણ કરતા હતા. જેમાં તેઓ સૌથી વધારે વેચાણ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કરતા હતા.

તેમની પાસેથી મળતી માહિતી અનુસાર, છેલ્લા બે વર્ષમાં આશરે આઠ કરોડથી વધુનું ડ્રગ્સ વેચાણ થઇ ગયું છે. આ ઉપરાંત, પોલીસને આરોપીઓ પાસેથી મોબાઇલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે. જેમાં ડ્રગ્સ ખરીદવા માટે ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ કરવામાં આવતું હતું.

જયારે તેમનો સંપર્ક કોની સાથે રહેલ છે તે દરેક બાબત તેમના ફોન ડેટામાંથી જાણવા મળ્યું છે. એવું સમજો કે,આજે નશાના કારોબારમાં ઉચ્ચ શિક્ષણ અને સારા પરિવારના પુત્રો સામેલ થયેલ છે. પોલીસનું માનવું છે કે, વધુ તપાસમાં સારા સારા ઘરના સંતાનોના નામ સામે આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…