લ્યો બોલો, બંધ નાકને ખોલવા માટે યુવતીએ નાકમાં નાખી દીધી લસણની કળી અને પછી જે થયું..

Published on: 7:17 pm, Sun, 4 July 21

જ્યારે તમારું નાક બંધ થાય યારે તમે તેને ખોલવા માટે સરળ ઘરેલું નુસકા અજમાવો છો. જેથી તમારું નાક ઝડપથી ખુલે અને તમને રાહત મળે. પરંતુ શું તમે વિચાર્યું છે કે નાકમાં લસણ નાખીને પણ એક બંધ નાક ખોલી શકાય છે. એક યુવતી આવું કરી રહી છે અને તેનો વિડીયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં એક યુવતી બંને નાસિકાઓમાં લસણ નાખીને બંધ નાક ખોલવાનો પ્રયાસકરતી દેખાઈ છે.આ વાત ખોટીના માનતા સાચી જ છે .યુટ્યુબ પર એક યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોકી જશો. આ છોકરી લસણની બે કળીઓને કાઢે છે અને કેમેરા તરફ જોતી વખતે તેને બંને નાકના છિદ્રોમાં મૂકે છે.

આ પછી લસણ 9 થી 14 મિનિટ સુધી આ રીતે રહેવા દે છે. તેનો સમય પસાર કરવા માટે આ છોકરી કેટલીકવાર સેલ્ફી લે છે અને કેટલીકવાર તે વીડિયોમાં કંઈક અવનવું કરતી જોવા મળે છે.થોડીક મિનિટો બાદ યુવતી તેના નાકમાંથી લસણની કળીઓ કાઢી લે છે ત્યારે કંઈ થતું નથી પરંતુ એક બે મિનિટ રાહ જોયા બાદ નાક ખુલી જાય છે.

અને નાકમાંથી પાણી બહાર આવવા લાગે છે.આ યુવતીના ઘરેલુ ઉભા એને જોઈને લોકો આ ઉપાય ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તે ખૂબ જ ઉપયોગી પણ થાય છે.પરંતુ આ લસણની કળી ને નાકમાં નાખ્યા બાદ વધારે સમય રાખવો નહીં કેમકે તેની આડઅસર પણ ખૂબ જ છે.