
હાલમાં દેશના પ્રગતિશીલ ખેડૂતો અનેકવિધ પાકોની ખેતીમાંથી લાખોની કમાણી કરતા થઈ ગયા છે ત્યારે હાલમાં પણ આવી જ એક ખુબ ઉપયોગી જાણકારી સામે આવી છે. પડતર જમીનમાં અથવા તો ખેતરની શેઢે સાગની વાવણી તમને જતમારી આવનાર પેઢીને પણ લાખોપતિ બનાવી શકે છે.
સાગની ખેતીને કલમ કરીને ઉગાડવામાં આવે છે. સાગનું લાકડું ખુબ સારા પોલીશની ક્ષમતા ધરાવતું, સોનેરી રંગનું હોવાને લીધે તેને લાકડાનું સોનું પણ કહેવામાં આવે છે એટલે જ તેની કિંમત ખુબ ઉંચી હોય છે. વર્ષે તમે શેઢે સાગ વાવીને પણ મબલખ કમાણી કરી શકો છો.
કેવું હોય છે સાગનું ઝાડ?
સાગના ઝાડનું થડ સીધુ, ગોળ તેમજ ઊંચુ હોય છે જયારે તેના પાન ખરબતડા, મોટા તથા સામ સામે ઊગે છે. ફૂલ સફેદ રંગના તેમજ નાનાં હોય છે. જયારે એનું ફળ સખત અને ગોળ હોય છે. છાલ હલકા ભૂખરા રંગની હોય છે. સાગના વૃક્ષની ઊંચાઈ 15થી 50 મીટર જેટલી થાય છે.
કેવી જમીન અનુકુળ?
સાગને ગોરાડુ, ઊંડી, ફળદ્રુપ તેમજ નિતારવાળી જમીન અનુકુળ આવે છે. જયારે ગોરાળુ જમીનમાં રેતીનું પ્રમાણ હોવાને તે ઝડપી વિકસે છે. વળી સપાટ, ઢાળવાળી અથવા તો ઝરણાના કિનારે નિતાર ખુબ સારો હોય તેવી જમીન સાગ માટે ઉત્તમ છે. સાગને ભારે ચીકાસવાળી તેમજ કાળી જમીન માફક આવતી નથી.
હવામાન:
ખાસ કરીને સાગ ગરમ તથા ભેજવાળા વાતાવરણમાં ખુબ સારી રીતે ઉગે છે. તેને 28 સેં. થી 48 સે. સુધીનું તાપમાન માફક આવે છે. નાના રોપા હિમથી બળી જાય છે. સાગના ઝાડ માટે સૂર્યપ્રકાશ ખૂબ જરૂરી છે. સાગ ગરમી સહન કરી શકે છે. જયારે સાગ સમુદ્રની સપાટીથી 650 મીટરની ઊંચાઈએ વધારે સારા થાય છે તે છેક 1,300 મીટર સુધીના વિસ્તારમાં વિકસી શકે છે. જયારે 1250 mmથી લઈને 2500 mm વરસાદવાળો વિસ્તાર વધુ માફક આવે છે.
બીજ:
સાગના ફુલ જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં આવે છે. જયારે એના ફળ જાન્યુઆરી- ફેબ્રુઆરી માસ સુધીમાં તૈયાર થઈ જાય છે. સાગનું ફળ સખત, ગોળ તેમજ એક છેડેથી અણીયાળુ હોય છે. ફળનું પડ ખુબ આછા ભુખરા રંગનું તેમજ 1 થી 1.25 સે.મી જાડુ હોય છે. તમામ ફળમાં 2થી 3 બીજ રહેલા હોય છે.
વાવેતર:
કલમ કરેલા રોપાને 2 બાય 2 મીટરના અંતરે કોશની મદદથી 20 સેમી ઊંડુ ત્રાંસુ કાણુ કરીને થડનું વાવેતર કરવું જોઈએ. આ કલમને હવાચુસ્ત રીતે વાવવી, પહેલા વરસાદના સપ્તાહ પછી જ્યારે જમીનમાં બાફ હોય ત્યારે તેની ગરમીથી સાગનો રોપ વૃક્ષ બનવા બાજુ કૂચકદમ કરશે.
કેવી રીતે માવજત કરવી?
સાગની કલમની વાવણી કર્યાના 3 સપ્તાહની આજુબાજુ નિંદામણ કરીને જમીન પોચી કરી દેવી જોઈએ. જુલાઈ માસના અંત સુધીમાં આ કામ પુરુ કરી લેવું જોઈએ. ઓગસ્ટ માસના પહેલા અઠવાડિયે રોપાની ચારેય તરફ 30 સેમી વ્યાસના અંતરે ચરી કરીને 30 ગ્રામ સુધીનું યુરિયા ખાતર આપી માટીથી પુરી દેવી જોઈએ.
ખાતર અને દવા:
સંપૂર્ણ વર્ષ દરમિયાન ફક્ત 1 એકર જમીનમાં કુલ 600 કિલો યુરિયા ખાતર નાના-નાના 30 ગ્રામના 8 ડોઝ બનાવી આપવામાં આવે છે. સાગ વાવેતરમાં હોલ બોરર, ડિફોલીએટર તથા ડાઈનેમસ નામના જંતુઓથી થનાર રોગો જોવા મળે છે. જેના ઉપાયમાં શુધ્ધ સાગના વાવેતરની જગ્યાએ મિશ્ર વૃક્ષ અથવા તો યોગ્ય આંતરપાકો કરવાથી રોગ નિયંત્રણ શક્ય બને છે.
કાપણી:
ખુબ સારૂ ઈમારતી લાકડું મેળવવા માટે બિન પિયત સ્થિતિમાં 40 વર્ષ દરમિયાન કાપી શકાય છે. જમીનથી છેક 15 સેમીની ઉંચાઈએ કરવથી ખડને ત્રાંસુ કાપવાથી, સ્થળે રહેલ થડવાળા ભાગમાંથી નવી ફૂટ(કોપીસ) મળે છે કે, જેમાંથી સાગનો બીજો ઝડપી પાક પણ લઈ શકાય છે.
આવક:
15 રૂપિયા વળીનો ભાવ છે કે, જ્યારે વળાનો સરેરાશ ભાવ 25 રૂપિયા એટલે કે, હેક્ટરે થીનીંગની આવક 30,000 જેટલી થાય એમાં લાકડાનો ભાવ ઉમેરો કરવામાં આવે તો સરેરાશ ઘનફૂટના 400 રૂપિયા ગણીએ તોય સહેજે 16 લાખ રૂપિયાની આવક થાય કે, જેમાં આતંરપાકોની આવક પણ ઉમેરી શકો છો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…