Tata Motors ટૂંક સમયમાં તેની લોકપ્રિય કાર Nexon EVનું લોંગ રેન્જ મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. તેનું નામ Tata Nexon EV Max રાખવામાં આવ્યું છે. આશા છે કે, કંપની તેને 11 મેના રોજ લોન્ચ કરી શકે છે. નવું Nexon EV Max એક મોટા બેટરી પેક
અને નવા ફીચર્સ સાથે આવશે. પસંદગીના ડીલરોએ નવા મોડલ માટે પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. નવી Tata Nexon EV Max 40kWh બેટરી પેક સાથે આવશે. વર્તમાન મૉડલમાં 30.2kWh લિથિયમ-આયન બેટરી મળે છે.
Accelerate your way into an electric future.
Prepare to be moved to the MAX with #NexonEVMax.
Coming Soon.#EvolveToElectric pic.twitter.com/7jfobBmRgQ— Tata Passenger Electric Mobility Limited (@Tatamotorsev) May 5, 2022
જે સિંગલ ચાર્જ પર 312kmની રેન્જ ધરાવે છે. કંપનીનો દાવો છે કે, નવા લોંગ-રેન્જ મોડલને સિંગલ ચાર્જ પર લગભગ 400 કિમીની રેન્જ મળશે. Tata Motors મોટા બેટરી પેકને સમાવવા માટે Nexon EVના ફ્લોરમાં કેટલાક ફેરફારો કરશે.
આ સિવાય બૂટ સ્પેસ પણ ઓછી રહેવાની આશા છે. Nexon EV Max વધુ શક્તિશાળી 6.6kW AC ચાર્જર સાથે આવે તેવી શક્યતા છે. વર્તમાન મોડલ 3.3kW AC ચાર્જર સાથે આવે છે. જે બેટરીને સંપૂર્ણ ચાર્જ કરવામાં લગભગ 10 કલાક લે છે. 6.6kW AC ચાર્જર વૈકલ્પિક રાખી શકાય છે.
Nexon EV Max પણ પસંદગીના ડ્રાઇવર મોડ્સ સાથે આવે તેવી શક્યતા છે. આ ડ્રાઈવરને રિજનરેટિવ બ્રેકિંગની તીવ્રતાને સમાયોજિત કરવામાં મદદ કરશે. ટાટા મોટર્સ નવી લોંગ રેન્જ Nexon EVમાં વધુ આરામ અને સુવિધાઓ ઉમેરે તેવી શક્યતા છે. તેમાં ક્રુઝ કંટ્રોલ, વેન્ટિલેટેડ સીટો, પાર્ક મોડ, એર પ્યુરીફાયર, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને અન્ય અદ્યતન સુવિધાઓ મળવાની અપેક્ષા છે. નવા મોડલ રીયર ડિસ્ક બ્રેક સાથે આવે તેવી શક્યતા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…