ટાટા કંપનીની નવી SUV કાર મચાવશે ધમાલ, જાણો શું હશે નવા ફીચર્સ અને કેટલી છે કિંમત

188
Published on: 3:47 pm, Thu, 28 October 21

ભારત દેશમાં અનેક નાની મોટી કંપનીઓ પોતાની કાર લોન્ચ કરતી હોય છે. હાલના સમયમાં ટાટા મોટર્સે નવી એસયુવી લોન્ચ કરી છે.જે માર્કેટમાં આવતા જ ઉથલપાથલ મચાવી દીધી છે. આ એસયુવી કાર 7 સીટર કાર છે.

હજુ સુધી તે રોડ ઉપર જોવા મળી નથી.પરંતુ તેના બુકિંગ ચાલુ થઈ ગયા છે.આ વખતે ટાટા મોટર્સ કોઈ નિયમિત અથવા કોમ્પેક્ટ એસયૂવી નહિ પરંતુ કંઈક અલગ એટલે કે માઈક્રો એસયુવીમાં પોતાનો હાથ અજમાવવા જઈ રહી છે.ટાટા કંપની દ્વારા આ માઈક્રો એસયુવી નું નામ એચબીએક્સ રાખવામાં આવ્યું છે. જોવા જઈએ તો માઇક્રો એસયુવી ભારતમાં પ્રખ્યાત નથી.પરંતુ ટાટા કંપની હવે શરૂઆત કરશે.

અત્યારના સમયમાં લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે ટાટા મોટર્સ આ નવી કાર રોડ ઉપર ક્યારે લાવશે. સૂત્રો અનુસાર જાણકારી મળી છે કે તહેવારના દિવસોમાં એટલે કે નવેમ્બરથી ડિસેમ્બર ની વચ્ચે ટાટા મોટર્સ આ કાર ને રોડ પર લઈને આવશે. કારણ કે તે સમયે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ખૂબ સારા હોય છે.જેથી લોકો નવી કારની ખરીદી કરી શકે છે.

એક રિપોર્ટ અનુસાર જાણકારી મળી છે કે તેમાં તેજ 1.4 લીટર એન્જિન મળશે જે ટીયાગો અને અલ્ટો સાથે આવે છે. કાર માં હાઈ એન્ડ વર્ઝનને ટર્બોચાર્જ્ડ એન્જિન પણ આપી શકાય છે. ઉપરાંત તેમાં એલીડી ડેટાઇમ લાઈટ,રનીંગ ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે.

આપણે જોઈએ તો આ મોડેલ આપણને એસયુવી કોમ્પેક્ટ અને હેચબેક નું એક હાઈબ્રિડ વર્ઝન લાગે છે. આકારનું માર્કેટિંગ મારુતિ સુઝુકી ઈંગ્રિંસ અને મહિન્દ્રા kuv nxt ના વિકલ્પ થી કરવામાં આવશે. સૂત્રો અનુસાર જાણકારી મુજબ આ કારની કિંમત લગભગ 5 લાખ રૂપિયા થી 7 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…