‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’: દયાભાભી બાદ વધુ એક કલાકારે શોને કહ્યું અલવિદા

386
Published on: 5:44 pm, Tue, 17 May 22

આપણે અહિયાં ઘણી બધી ટીવી સીરીયલો અને શો આવે છે જે વિશ્વભરમાં છા જાય છે. આવીજ એક સીરીયલની વાત એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશના સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક છે.તેમાં દિલીપ જોશી (Dilip Joshi), શૈલેષ લોઢા (Shailesh Lodha), અમિત ભટ્ટ (Amit Bhatt), મંદાર ચાંદવાડકર (Mandar Chandwadkar), સોનાલિકા જોશી (Sonalika Joshi), સુનયના ફોઝદાર (Sunayana Fozdar), મુનમુન દત્તા (Munmun Dutta) અને તનુજ મહાશબ્દે (Tanuj Mahashabde) જેવા કલાકારોનો સમાવેશ થાય છે.

આ પહેલા નેહા મહેતાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છોડી દીધી હતી. અને હવે, નવીનતમ અહેવાલ જણાવે છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શૈલેષ લોઢા ઉર્ફે તારક મહેતાએ શો છોડી દીધો છે. સુત્રો પાસેથી જાણીએ તો ખરેખર શૈલેશ લોઢાએ તારક મેહતા છોડી દીધું છે હવે જોવાનું એ પણ ખરું કે શૈલેશના ફેન તારક મેહતા જોવાનું ચાલુ રાખશે કે કેમ? કારણકે ઘણી બધી સીરીયલ કે શો એવા હોય છે જેમાં લોકો માત્રને માત્ર એક પત્ર માટેજ જોતા હોય છે.

તારક મેહતા કા ઉલટા ચશ્માનાં લિડ પાત્રમાંથી એક શૈલેષ લોઢા જે તારક મહેતા શૉમાં વર્ષોથી અહમ રોલ અદા કરી રહ્યો છે. સોર્સિસની માનિયે તો, તારક મેહતા શો છોડવાનો નિર્ણય કરી લીધો છે. આ વાતમાં કેટલી સત્યતા છે તે અંગે ચાલો વધુ વાત કરીએ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શૈલેષ લોઢા છેલ્લા એક મહિનાથી સેટ પર આવ્યા નથી. તેમણે આ શોમાં પરત ના ફરવાનો નિર્ણય લઈ લીધો છે. તે સિરિયલ છોડવાના મૂડમાં છે.

શૈલેષ લોઢાને આ સિરિયલને કારણે અન્ય તકો જતી કરવી પડે છે. ભૂતકાળમાં શૈલેષે સારી સારી ઑફર્સ જતી કરી હતી. જોકે હવે તે સારી તકો ગુમાવવા માગતા નથી. અને સેટ પરથી મળતી માહિતીને લઈને જણાવીએ કે શૈલેષ લોઢા મેકર્સ પર નારાજ પણ છે. તેમને એ વાતનો ગુસ્સો છે કે મેકર્સ આ શો માટે તેમની ડેટ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરતાં નથી.શૈલેષ લોઢાને મનાવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ શૈલેષ માનવા તૈયાર નથી. જો શૈલેષ લોઢા આ સિરિયલમાં પરત નહીં ફરે તો આ ત્રીજી વ્યક્તિ હશે કે જે શો છોડીને જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…