હાઈવે પર તેલ ભરેલું ટેન્કર પલટી જતા રસ્તા પર વહી ખાધતેલની નદી – જુઓ કેવી રીતે તેલ ભરવા લોકોએ કરી પડાપડી

185
Published on: 4:52 pm, Mon, 23 May 22

મહારાષ્ટ્રમાં અહીં મુંબઈ-અમદાવાદ હાઈવે પર ખાદ્યતેલ વહન કરતું એક ટેન્કર પલટી ગયું. જેના કારણે લગભગ ત્રણ કલાક સુધી રસ્તા પરનો ટ્રાફિક ખોરવાઈ ગયો. પોલીસે રવિવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, શનિવારે થયેલા અકસ્માત બાદ ઘણા સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને ટેન્કરમાંથી પડતા તેલને લૂંટવાનું શરૂ કર્યું.

સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લગભગ 2 મિનિટ 49 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઓઈલ ટેન્કર પલટી મારી જય છે. ટેન્કરમાંથી ઓઈલ લીક થવાના સમાચાર મળતાની સાથે જ સેંકડો લોકો સ્થળ પર ભેગા થઈ ગયા હતા. કેટલાક લોકો દર્શક બનીને આ આખું દ્રશ્ય જોતા રહ્યા, જ્યારે બાકીના સ્થાનિક લોકો પોતપોતાના વાસણમાં તેલ ભરતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ગુજરાતના સુરતથી મુંબઈ પ્રોસેસિંગ માટે 12,000 લિટર ખાદ્ય તેલ લઈને જઈ રહેલા ટેન્કરના ચાલકે હાઈવે પર તવા ગામ પાસે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે વાહન પલટી ગયું અને તેમાંથી ઓઈલ લીક થવા લાગ્યું. અધિકારીએ જણાવ્યું કે, ઘણા ગામલોકો સ્થળ પર પહોંચ્યા અને લીક થયેલું તેલ તેમના ડબ્બા અને અન્ય વાસણોમાં ભરીને લઈ જવા લાગ્યા. પોલીસે ભીડને કાબૂમાં લેવા તેમજ ટ્રાફિક નિયમન કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

લગભગ ત્રણ કલાક સુધી વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. આ અકસ્માતમાં ટેન્કર ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી એમ અધિકારીએ જણાવ્યું હતું. બાદમાં સ્થાનિક રેસ્ક્યુ ટીમ દ્વારા ટેન્કરને રસ્તા પરથી હટાવી લેવામાં આવ્યું હતું અને સામાન્ય ટ્રાફિક હટાવવામાં આવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…