જેતપુર પાસે ટેન્કરે બાઇકચાલકને 50 ફૂટ ઢસડતા, ખેડૂત 5 સેકેન્ડમાં જ મોતને ભેટ્યા – જુઓ વિડીઓ

1253
Published on: 12:09 pm, Mon, 4 April 22

અકસ્માતના કિસ્સાઓ અવાર-નવાર બનતાં રહે છે. આ વચ્ચે ધોરાજી પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, જેતપુર(Jetpur)-ધોરાજી(Dhoraji) નેશનલ હાઈવે પર પેઢલા ચોકડી પાસે રવિવારે પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઇકચાલક યુવાનને કચડ્યો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક યુવાનને ટેન્કરે 50 ફૂટ સુધી ઢસડ્યો હતો તેમજ ટેન્કરના તોતિંગ વ્હીલ તેની પર ફરી વળ્યું હતું.

આ ભયજનક અકસ્માત થયા પછી ટેન્કરચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. જોકે આ અકસ્માતનાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે. સીસીટીવીમાં 5 સેકન્ડમાં જ બાઇકચાલક યુવાનને મોત આંબી ગયાનાં દૃશ્યો જોવા મળે છે. અકસ્માત માટે જાણીતી પેઢલા ચોકડી ફરી ગોઝારી બની હતી. પેઢલા ગામનો હિતેશ રવજીભાઈ મકવાણા (ઉં.વ.28) નામનો યુવાન પોતાની બાઇક લઈને વાડીએ જતો હતો.

ગામમાંથી હાઈવે પર ચોકડી ક્રોસિંગ કરતો હતો એ સમયે ધોરાજી બાજુથી આવતું GJ-12-BV-9489 નંબરના ટેન્કરના ચાલકે તેને હડફેટે લીધો હતો. હિતેશ ટેન્કર હેઠળ આવી જતાં ચાલકે બ્રેક મારતાં 50 ફૂટ જેટલો ઢસડાયો હતો. બાદમાં ટેન્કર ઊભું રહેતાં ચાલક નીચે ઊતરી નાસી ગયો હતો. જ્યારે લોહીલુહાણ હાલતમાં રહેલા હિતેશને ત્યાં સ્થળ પર આવી ગયેલા તેમના સંબધીઓ સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતાં ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ટેન્કરચાલકના ગફલતભર્યા ડ્રાઇવિંગને પગલે યુવાન અચાનક જ ટેન્કર નીચે ફસડાયો હતો અને મોત આંબી ગયું હતું. મૃતકના નાનાભાઈ પુરુષોત્તમભાઈએ ટેન્કરચાલક સામે માનવ જિંદગી જોખમાય એ રીતે પૂરપાટ ઝડપે ટેન્કર ચલાવી અકસ્માત સર્જી હિતેશભાઈનું મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. 

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો. જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…