કાચાપોચા હદયવાળા લોકો ના જોવે આ વિડીયો – 50 ફૂટ ઊંચાઈ પરથી ધડામ દઈને નીચે પડ્યો ઝૂલો, બાળકો સહીત 50 લોકો…

141
Published on: 10:39 am, Tue, 6 September 22

ગમાડાના ફેઝ-8 દશેરા ગ્રાઉન્ડમાં ચાલી રહેલા મોહાલી ટ્રેડ ફેર નામના મેળામાં રવિવારે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે એક ઝુલો તૂટી પડ્યો હતો. 40 ફૂટની ઊંચાઈએથી પડેલા આ ઝૂલામાં લગભગ 18 થી 20 લોકો બેઠા હતા. જેમાં બાળકો અને મહિલાઓ પણ હતી, જેઓ કૂદીને બહાર પડી ગયા હતા. ઝૂલો નીચે પડતાની સાથે જ લોકો બૂમો પાડતા પરિવારજનો સાથે હોસ્પિટલે દોડી ગયા હતા.

આ અકસ્માતમાં ઝુલામાં બેઠેલા તમામ લોકો ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, અકસ્માત બાદ મેળાના સંચાલકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવી જોઈતી હતી, પરંતુ અકસ્માત થતાં જ તેઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મેળામાં સુરક્ષા માટે લગાવવામાં આવેલા બાઉન્સરોએ ઘાયલોના પરિવારજનો અને અન્ય લોકો સાથે પણ ગેરવર્તન કર્યું હતું. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી છે.

આ ઝૂલો લગભગ 50 ફૂટની ઊંચાઈ સુધી જાય છે:
જયારે 40 ફૂટની ઊંચાઈએથી ઝૂલો પાછો આવી રહ્યો હતો, ત્યારે ઝૂલાની આસપાસના ચાર જાડા લોખંડના વાયરમાંથી એકનો હૂક ઝૂલામાંથી બહાર આવ્યો હતો. આ પછી 6 સેકન્ડમાં ઝૂલો નીચે આવ્યો. ખુરશીઓ પર બેઠેલા લોકો 3 થી 4 ફૂટ કૂદી જતાં હોબાળો મચી ગયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…