બજારમાં આવ્યું ’30 લાખનું સ્વેટર’ -ખાસિયતો જોઇને આંખે અંધારા આવી જશે

173
Published on: 12:49 pm, Sun, 12 December 21

હાલ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, અને દુકાનોમાં સ્વેટર અને જર્સી વેચવાનું શરૂ થઈ ગયું છે. તમે મોંઘામાં મોંઘા સ્વેટર જોયા હશે, પરંતુ 30 લાખનું સ્વેટર જોઈને ધોળે દિવસે અંધારા આવી જશે. વિશ્વનું સૌથી મોંઘુ સ્વેટર, કે જેની કિંમત 30,000 યુરો( 30 લાખ રૂપિયા) છે.

હવે તમે વિચારો કે, આ સ્વેટરમાં એવું તો શું છે કે જેની કિંમત ૩૦ લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે સ્વેટર કંઈ સામાન્ય નહીં, પરંતુ હીરા મોતીથી જડિત છે. આ સ્વેટર બનાવવામાં 7000 યુરોનો ખર્ચ થયો હતો. આ સ્વેટર માં 24 કેરેટ ગોલ્ડ રીડિંગ અને ઇટાલિયન સિલ્ક લાઈટિંગના શણગારથી બનાવવામાં આવ્યું છે.

યુરોપિયન દેશોમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે દર વર્ષે કંઇક ને કંઇક અનોખું કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ વર્ષે દુનિયાનું સૌથી મોંઘું 30 લાખનું સ્વેટર બનાવવામાં આવ્યું છે. આ સ્વેટર બનાવવા પાછળ 3000 કલાક લાગી હતી. આ સ્વેટર બનાવનાર વ્યક્તિ જણાવતા કહે છે કે, મારી પાસે એક જ હતું જેમણે પૂરું કર્યું છે. હું આવું જ કંઈક મોટુ કરવા માંગતો હતો અને જેને બનાવવામાં સફળ થયો છું.’

૩૩ વર્ષીય એડન લીંબને 3000 કલાકની મહેનતે 30 લાખનું સ્વેટર બનાવ્યું છે. હાલા સ્વેટર અને વેચવાની તૈયારીઓ થઈ રહી છે. એડને પોતાના જીવનની બધી જ બચત આ સ્વેટર પાછળ ખર્ચી નાખી હતી. આ સ્વેટરમાં ડાયમંડ અને એનક્રસ્ટેડ સિલ્વર સ્ટાર અને ઇટાલિયન સિલ્ક સાથે 24 કેરેટ ગોલ્ડના દોરા સાથે હાસ્યકાર બનાવવામાં આવ્યું છે. ટૂંકમાં સમજીએ તો આ સ્વેટર લાખોના હીરા અને સોનાથી જડી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…