
SUV Car Hits Sleeping Child, Hyderabad: હાલમાં એક ધ્રુજાવી દેતી ઘટના પ્રકાસમાં આવી છે. એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં સૂઈ રહેલી ત્રણ વર્ષની બાળકી પર SUV કાર ચડાવી મોતનો મામલો સામે આવ્યો છે. આ ધ્રુજાવી દેતી ઘટના પાર્કિંગમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસમાં લાગી ગઈ હતી.
પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, બુધવારે રાત્રે 10 વાગ્યે તેમને આ ઘટના અંગે ફરિયાદ મળી હતી. પોલીસે જણાવ્યું કે ફરિયાદી 22 વર્ષીય કવિતા કર્ણાટકના ગુલબર્ગાની રહેવાસી છે. કવિતાએ પોલીસને જણાવ્યું કે, તે પોતાના બાળકો સાથે રોજીરોટીની શોધમાં હૈદરાબાદ આવી હતી.
#Hyderabad: In a tragedy incident reported in Hayat Nagar RTC Colony, a 2 year old died after a car ran over it.
The mother works at a construction site and left the baby Lakshmi,in a nearby parking area. Unfortunately, a car ran over the baby, resulting in the child’s death. pic.twitter.com/kq4eJ2mVie
— NewsMeter (@NewsMeter_In) May 24, 2023
ઘટના બુધવારે બપોરે 3 વાગ્યાની છે
કવિતાએ જણાવ્યું કે, બુધવારે સવારે લગભગ 8 વાગે તે હયાતનગરની લેક્ચરર કોલોની ખાતે એક નિર્માણાધીન બિલ્ડીંગમાં કામ કરવા માટે પહોંચી હતી. બપોરે 2:30 વાગ્યાના સુમારે તેમણે તેમના બાળકો 6 વર્ષના પુત્ર અને 3 વર્ષની પુત્રી લક્ષ્મી સાથે જ જમ્યા હતા.
મૃતક બાળકીની માતાએ જણાવ્યું કે, જમતી વખતે ખૂબ જ ગરમી હતી અને તેની પુત્રી લક્ષ્મી ગરમી સહન કરી શકતી ન હતી, તેથી કવિતાએ તેને નજીકના બાલાજી આર્કેડ એપાર્ટમેન્ટના બેઝમેન્ટના પાર્કિંગમાં સુવડાવી હતી. કવિતાએ પોલીસને જણાવ્યું હતું કે બપોરે 3 વાગ્યાની આસપાસ પાર્કિંગ કરતી વખતે એક SUV તેની પુત્રી લક્ષ્મી પર ચડાવી દીધી હતી, જેમાં 3 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
સબ ઇન્સ્પેક્ટરની કાર
પોલીસના જણાવ્યા અનુસાર, કામ માટે આવેલી એક મહિલા મજૂરે તેની બાળકીને પાર્કિંગમાં સુવડાવી હતી. કાર પાર્ક કરી રહેલા વ્યક્તિએ યુવતીને જોયા વગર તેની કાર બાળકી પર ચડાવી દીધી, જેના કારણે બાળકીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. પોલીસના જણાવ્યા અનુસાર, IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કાર એક્સાઈઝ સબ ઈન્સ્પેક્ટરની છે. ઘટના સમયે તેનો પતિ કાર ચલાવી રહ્યો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…