સુકા પડેલા ખેતરમાં મેઘરાજાએ હેત વરસાવી સેંકડો ખેડૂતોની આજીવિકા બચાવી લીધી

165
Published on: 6:44 pm, Wed, 22 September 21

હાલમાં સમગ્ર રાજ્યમાં મેઘમહેર ચાલી રહી છે ત્યારે એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે. સમગ્ર મોરબી જિલ્લામાં જૂન માસમાં સમયસર વરસાદ થયા પછી જિલ્લામાં એકસાથે 3 લાખ હેકટરમાં કપાસ, મગફળી સહિતના ચોમાસુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું.

જુલાઈ માસના 15 દિવસ વરસાદ ખેંચાયા પછી જુલાઈ માસના બીજા સપ્તાહમાં ખુબ સારો એવો વરસાદ થતા સિંચાઈ માટેનું પાણી મળી રહ્યું હતું. ત્યારપછી ઓગસ્ટ મહિનો આખેઆખો કોરો કટ્ટ રહેતા પાક પર મોટું સંકટ સર્જાયું હતું . જો કે, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો પાક નિષ્ફળ જવા લાગ્યો હતો.

આની સાથે જ પાક સુકાઈ જતા ખેડૂતો સિંચાઇ માટે પાણી આપવા સરકાર સમક્ષ આજીજી કરવા માટે મજબુર બન્યા હતા. જો કે, મોટા ભાગના ખેડૂતોને સિંચાઇનું પાણી મળ્યું ન હતું. ખેડૂતોની પ્રાર્થના જાણે ભગવાને સાંભળી લીધી હોય તએ રીતે સપ્ટેમ્બર માસમાં મેઘરાજાનું હેત વરસ્યું હતું.

આ મહિનાના 15 દિવસમાં સમગ્ર જિલ્લામાં સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ પડતા ખાસ કરીને હળવદ તથા માળીયા પંથકમાં કે જ્યાં ખૂબ ઓછો વરસાદ હતો ત્યાં 120 મીમી જેટલો જ વરસાદ થયો હતો. જો કે, આ બન્ને તાલુકામાં 5 ઇંચ જેટલો છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. આ જ રીતે હળવદમાં પણ 10 ઇંચ વરસાદ વરસ્યો છે.

આની ઉપરાંત આ વિસ્તારમાં નર્મદા કેનાલ મારફતે પણ સિંચાઈનું પાણી મળી રહેતું હોવાને લીધે ચોમાસુ પાકને નવજીવન મળ્યું હતું. ઓગસ્ટ માસમાં સમગ્ર જિલ્લામાં ચોમાસુ પાક મોટા પાયે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી જે સપ્ટેમ્બર મહિનામાં આવેલ વરસાદથી ચિત્રપટ બદલાયું છે.

હાલમાં ખેડૂતોમાં એટલી ખુશી રહેલી છે કે, આજથી 15 દિવસ અગાઉ જે પાક પોતાની નજર સામે નિષ્ફળ થતા જોઇ રહ્યા હતા તે મેઘરાજાની કૃપાથી બચી ગયો છે. જયારે વાવણી દરમિયાન થતો જમીન ખેડાણ ખર્ચ, બીજ ખાતર,મજુરી, વગેરે પાછળનો ખર્ચ કરવા છતાં નુકશાની થવાની હતી તેનાથી રાહત મળી ચુકી છે.

કપાસ, મગફળી સહિતના ચોમાસું પાકની સ્થિતિમાં સુધારો:
સમગ્ર જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં ખુબ સારો એવો વરસાદ નોંધાતા કપાસ, મગફળી સહિતના લાંબા ગાળાના પાકને સિંચાઈનું સારું એવું પાણી મળી રહ્યું છે કે, જેના મારફતે ઉત્પાદન સામાન્ય અથવા તો તેથી સારું રહેશે તેવી સંભાવના રહેલી છે. જો કે, ખરી સ્થિતિનો અંદાજ તોભવિષ્ય જ્યારે પાક આવશે ત્યારે જ આવશે. હાલમાં ચોમાસુ પાકનું ચિત્રપટ સારું રહેલું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…