અતિભારે વરસાદ વચ્ચે ખેડૂતો માથે ચિંતાનાં વાદળો છવાયા- આ જિલ્લાઓમાં પાકોને થયું અણધાર્યું નુકસાન

132
Published on: 5:19 pm, Mon, 13 September 21

સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે રાજ્યના અનેકવિધ વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે. આવા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. સમગ્ર જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકતા કલ્યાણપુર ગામનાં ખેડૂતોના પાકને ખુબ નુકસાન થયું છે.

આની સાથે જ ચોટીલામાં અચાનક વરસાદની શરુઆત થતા ગ્રામ્ય વિસ્તારોમાં એક સપ્તાહમાં 3 વખત વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં ચોટીલાના કેટલાય વિસ્તારમાં સીઝનનો કુલ 350 મિમી વરસાદ ખાબકી ચુક્યો છે. રાજ્યમાં વરસાદનું આગમન થતાની સાથે જ હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ફક્ત આટલું જ નહીં, વરસાદને લીધે ચોટીલા પંથકના ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો હતો.

મળી રહેલ જાણકારી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ કલ્યાણપુર ગામમાં અતિભારે વરસાદને લીધે કપાસ, મગફળી તથા એરંડાના પાકને ખુબ મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. અતિભારે વરસાદના કારણે નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોના મોંમાં આવેલ કોળીયો છીનવાઈ ગયા હોય તેવું જણાઈ રહ્યું છે.

આની ઉપરાંત જિલ્લામાં મેઘરાજાની હેલી સતત 4 દિવસથી સતત ચાલી રહી છે. જેને કારણે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબકી રહ્યો છે. સીઝનનો સૌથી વધુ વારસાદ ચોટીલામાં જયારે સૌથી ઓછો પાટડીમાં પડ્યો છે. જેમાં દર વર્ષે એવરેજ 23.22 ઇંચની તુલનાએ અત્યાર સુધીનો 11.88 ઇંચ સરેરાશ વરસાદ પડ્યો છે. આમ અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનની એવરેજનો 50.41% વરસાદ પડ્યો છે.

દર વર્ષે સીઝનનો 23.55 ઇંચ વરસાદ નોંધાતો હોય છે. જેની તુલનાએ અત્યાર સુધીમાં 11.88 ઇંચ એટલે કે, 50.41 ટકા વરસાદ ખાબક્યો છે કે, જેમાં સીઝનનો સૌથી વધુ ચોટીલા તાલુકામાં 14.16 ઇંચ તથા સૌથી ઓછો પાટડી તાલુકામાં 8.56 ઇંચ વરસાદ પડ્યો છે.

આમ, વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવકને પગલે સુકા પડેલા જળાશયોમાં પાણી જોવા મળી રહ્યું છે. ધ્રાંગધ્રા પથકમા તથા આસપાસના સવિસ્તારમાં વરસાદ પડતાં ખેતરો પાણી ભરાઈ જતા મગફળી, કપાસ, તલ, જુવાર સહિતના પાકને નુકસાન થતા ખેડુતોમાં મુશ્કેલીનો માહોલ જોવા મળ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…