પર્યાવરણપ્રેમી મહિલાએ ઘરમાં જ શરુ કરી શાકભાજીની ખેતી- આ રીતે કરે છે લાખો રૂપિયાની બચત

Published on: 8:44 am, Sat, 28 August 21

લોકો પોતાના ઘરમાં જ શાકભાજીનું વાવેતર કરતા થયા છે ત્યારે હાલમાં એક પ્રેરણાદાયક કહાની સામે આવી છે. ઘરમાં હર્યુંભર્યું ગાર્ડન પરિવારને તંદુરસ્તીની સાથે ઓર્ગેનિક આહારપ્રદાન કરે છે. માર્કેટમાં મળી રહેતા શાકભાજી મોટેભાગે રસાયણયુકત ખાતર તથા જંતુનાશક દવાના વપરાશથી ઉત્પાદિત કરવામાં આવે છે.

ઘરઆંગણે ઉગાડેલ શાકભાજીનો સ્વાદ કંઈક અલગ પ્રકારનો હોય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી અગાશી પર શાકભાજીની ખેતી કરતા શહેરના ભટાર વિસ્તારના અનુપમાબહેન દેસાઈ જણાવે છે કે, કિચન ગાર્ડન એટલે એક એવો બગીચો કે, જે બીજા બગીચા કરતાં ખૂબ અલગ હોય છે.

તમે ઘરની અગાસી પર ઉગાડેલ શાકભાજીને ઘરના કિચનમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. મારા ઘરની અગાસી તથા આંગણા કે, જ્યાં સૂર્યપ્રકાશ મળી રહે એવી જગ્યાએ શાકભાજી તથા ફળાઉ છોડનું વાવેતર કર્યું છે કે, જેથી વર્ષ દરમિયાન શાકભાજી અથવા તો ફ્રૂટ ખરીદવાં પડતાં નથી. જેને કારણે વાર્ષિક 1.5 લાખ જેટલો ફાયદો થાય છે પણ સ્વાદ તથા સ્વાસ્થ્યની સાથે પ્રકૃતિપ્રેમમાં પણ વધારો થયો છે.

7 વર્ષ પહેલા કિચન ગાર્ડનિંગની શરૂઆત કરી:
અનુપમાબેન દેસાઈ જણાવે છે કે, આજથી 7 વર્ષ પહેલા મેં ઘરની ખાલી પડેલ જગ્યામાં કુંડા લાવીને ખેતીની શરૂઆત કરી હતી. શરૂમાં નવસારી કૃષિ યુનિ.ના શહેરના પનાસ વિસ્તારમાં કાર્યરત કે.વી.કે. દ્વારા બહેનોને કિચન ગાર્ડનિંગની તાલીમ અપાય છે. આ તાલીમ લીધા પછી ખ્યાલ આવ્યો કે, કઈ સિઝનમાં કયા છોડને કેવી રીતે ઉગાડી શકાય.

દવાથી લઈને ઉછેર સુધીની બધી જ જાણકારી આ તાલીમ દ્વારા મળી રહી છે. તાલીમ અગાઉ હું મારા ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ અને ગુલાબ, મોગરો જેવા છોડથી ગાર્ડનિંગ કરતી હતી. તાલીમ લીધાસ પછી ઘરની અગાસી પર અનેકવિધ પ્રકારના શાકભાજી, ફળાઉ વૃક્ષોનું વાવેતર કરતી થઈ છું.

શાકભાજી કે ફળ માટે બજારમાં જવું પડતું નથી:
અનુપમાબેનના કિચન ગાર્ડનમાં કુલ 18 પ્રકારના ફળ આપતા છોડ છે કે, જેમાં ચીકુ પણ છે તેમજ ડ્રેગન ફ્રૂટ પણ છે. ફળની સાથે જ અંદાજે 25 જાતના શાકભાજી પણ પકવવામાં આવે છે. સિઝનેબલ શાકભાજી ઘરની જરૂર પ્રમાણે તૈયાર કરવામાં આવે છે.

જેમાં કારેલા, કંટોલા, મેથીની ભાજી, ફૂદીનો, તુલસી, સક્કરટેટી, સીતાફળ, શેતુર, ટામેટા, લાલ ભીંડા, શક્કરીયા, નાગરવેલ જેવા છોડ ઉછેરીને ત્રણ ટંકનું શાકભાજી મેળવીને આરોગ્યપ્રદ ભોજન બાબતમાં અનુપમાબેન દેસાઈનો પરિવાર આત્મનિર્ભર બન્યો છે.

અન્ય લોકોને પણ માર્ગદર્શન આપે છે:
આધુનિક સમયમાં ખેતીવાડીમાં ઉછેરાતાં શાકભાજી રાસાયણિક ખાતરના આડેધડ ઉપયોગને લીધે પ્રદુષિત હોય છે, બજારમાં મળતા આવા પ્રકારના શાકભાજી હવે આરોગ્યને હાનિકર્તા બને છે એટલે ઘરમાં કિચન ગાર્ડનિંગનો પ્રોજેકટ ખૂબ ઓછા ખર્ચમાં થતો હોવાને લીધે કિચન ગાર્ડનિંગને શોખરૂપે અપનાવ્યો હતો.

અનુપમાબેન દેસાઈ જણાવે છે કે, દરરોજના 3 કલાક ગાર્ડનિંગના કામમાં કસરત પણ થઈ જાય છે. લોકોમાં જાગૃતિ ફેલાઈ છે. મારી શેરીમાં ઘરની સામે નર્સરી નાની એવી શરૂ કરી છે કે, જેમાં બપોરના 4 કલાક હું લોકોને માર્ગદર્શન મફતમાં આપું છું તેમજ 2,000 જેટલા લોકો મુલાકાત પણ કરી ગયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…