ત્રણ વર્ષ પછી આવ્યો હૈયું ચીરી દેનાર તક્ષશિલા અગ્નિકાંડનો ચુકાદો- દરેક વાલીઓને…

257
Published on: 11:47 am, Sun, 19 December 21

ગુજરાતમાં તક્ષશિલા અગ્નિકાંડનો એ કાળજું કંપાવી દે તેવો દિવસ ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેમ નથી અને ભુલાશે પણ નહિ. આ અગ્નિકાંડમાં 22 જેટલા માસુમ વિદ્યાર્થીઓ જીવતે જીવતા આગમાં હોમાયા હતા. ત્યારે આ અગ્નિકાંડના કેસ મુદ્દે હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. હાઇકોર્ટ 4 મહિનાની અંદર મૃતકોના વાલીઓને 35 લાખ રૂપિયા આપવા હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ અગ્નિકાંડ કેસના 14 આરોપીમાંથી 12 આરોપીઓને જામીન મળી ગયા છે. જ્યારે આ કાંડના આરોપી ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેકરિયા હજુ પણ જેલના સળિયા પાછળ છે.

સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 જેટલા માસુમ વિદ્યાર્થીઓ જીવતા આગમાં હોમાય ગયા હતા. સુરત પોલીસ દ્વારા આ અગ્નિકાંડ કેસમાં 14 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે તક્ષશિલા અગ્નિકાંડ કેસના ચુકાદામાં હાઈકોર્ટે બિલ્ડર હરસુખ વેકરિયાને જામીન આપવામાં આવ્યા છે, જે 26 મે 2019 થી જેલના સળિયા પાછળ હતો. સાથે જ આરોપી હરસુખ વેકરિયાને રૂ.35 લાખ 4 મહિનાના ગાળામાં જમા કરાવવાનો આદેશ પણ કરી દેવામાં આવ્યો છે.

સુરતમાં જે ઘટના બની તે સમગ્ર દેશને હચમચાવી દેનારી હતી. જે ઘટના 24મી મે, વર્ષ 2019 સમય સાંજના 4 વાગ્યાની આસપાસની બની હતી. સુરતમાં તક્ષશિલામાં થયેલા અગ્નિકાંડની આ ઘટનાના દ્રશ્યો જોઈને તમામ લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા અને પગતળેથી જમીન સરકી ગઈ હતી. આ ગોઝારો દિવસ કોઈ પણ ભૂલી શકે તેમ નથી જેમાં 22 જેટલા માસુમની ફૂલ જેવી જિંદગી કરમાઈ ગઈ હતી. એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા નીચે કુદી રહ્યા હતાં, તો બીજી બાજુ 16 જેટલા માસુમ બાળકો આગની જ્વાળામાં આવી ચુક્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…