સુરતમાં પિતાનાં જન્મદિને દીકરાએ ભેટમાં આપી દુનિયાની સૌથી અમુલ્ય વસ્તુ – પિતાની આંખો માંથી સરી પડ્યા ખુશીના આંસુ

Published on: 11:15 am, Sun, 3 October 21

રાજ્યમાં આવેલ સુરત શહેરમાં એક પિતાના જન્મદિન નિમિત્તે એક દીકરાએ ચંદ્ર પર જમીનની ખરીદી કરીને તેને ભેટમાં આપી છે. એક સમયે હીરા કામદાર તરીકે કામ કરતા 61 વર્ષનાં રવજી ભાઈના દીકરા શૈલેષ ભાઈએ પિતાને જાણ કર્યા વિના પિતાના જન્મદિને સરપ્રાઈઝ ભેટ આપવા માટે 2 મહિના અગાઉ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.

જન્મદિને જ આ ભેટ આપી હતી. તમે જન્મદિનની ઉજવણીની કેટલીક તસવીરો જોઈ હશે. તમે પરિવારજનનો સાથે જન્મદિન ઉજવ્યો પણ હશે પરંતુ સુરતમાં આ જન્મદિવસની ઉજવણી થોડી અલગ થઈ છે. 61 વર્ષીય રવજીભાઈ કે, જેઓ એક સમયે સુરતની ડાયમંડ ફેક્ટરીમાં હીરા કામદાર તરીકે કામ કરી રહ્યા હતા.

તેમનો જન્મ 1 ઓક્ટોબરે થયો હતો. રવજીભાઈના પરિવારે સૌપ્રથમવાર તેમનો જન્મદિન ઉજવવાનું નક્કી કર્યું હતું તેમજ રવજીભાઈને તેની જાણ કરવામાં આવી ન હતી. પિતાનાં જન્મદિને નાના પુત્ર શૈલેષ માલવિયાએ તેમને જન્મદિનની અનોખી ભેટ આપવામાં આવી હતી.

દીકરાને મળેલ આ અનોખી ભેટથી પિતા ભાવુક થઈ ગયા હોવાથી કહ્યું હતું કે, આ તેમના જીવનની સૌથી મોટી ખુશી છે, તેમની આંખોમાં આંસુ ખુશીના આંસુ છે. સુરતમાં કે, જેને ડાયમંડ અને ટેક્સટાઇલની નગરી કહેવાય છે. એના પિતા રવજીભાઇ માલવિયાને એક અનોખી ભેટ આપવા માટે, તેમના નાનાએ ચંદ્ર પર જમીન વેચતી સંસ્થા લુનર સોસાયટીનો સંપર્ક કર્યો હતો.

આજથી 2 મહિના અગાઉ જમીનની ખરીદી કરવા માટે તેમને ઈ-મેલ પણ કરાયો હતો. ચંદ્ર પર જમીન મેળવવા બે મહિના લાગ્યા હતા તેમજ રજિસ્ટ્રેશન ફી નાં 37 ડોલર ચૂકવ્યા છે, તેઓને પણ જાણ ન હતી કે, આ આગળ તેમને કેટલું ચૂકવવું પડશે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલ મોટા લીલીયા તાલુકાના આંબા ગામના રહેવાસી રવિજીને બે પુત્ર છે.

જેમાં મોટો પુત્ર મેહુલ માલવિયા છે જ્યારે નાનો પુત્ર શૈલેષ માલવિયા છે. નાના દીકરાએ પિતાને ચંદ્ર પર જમીન આપવાનું નક્કી કરીને અનોખી ભેટ આપી હતી કે, જેને લીધે સમગ્ર પરિવારમાં ખુશીની લહેર જોવા મળી છે. ચંદ્ર પર જમીન ખરીદનાર કદાચ કેટલાક દેશો તથા વિશ્વ હશે.

પોતાના પિતાના જન્મદિવસ નિમિત્તે ચંદ્ર પર જમીન ખરીદવી તેમજ ભેટ આપવી એ કદાચ સુરતનો સૌપ્રથમ કિસ્સો હોઈ શકે. જેમણે તેમના પિતાને ચંદ્ર પર જમીન ભેટમાં આપી હતી, તેઓ ઓનલાઇન બિઝનેસ સાથે સંકળાયેલા છે. જેને લીધે એમની ખુબ પ્રશંસા થઈ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…