
હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર વિશ્વની સર્વોચ્ચ અવકાશીય સંસ્થા NASA અન્ય ગ્રહો પર માઇક્રોવેવ સેન્સર મારફતે મેપિંગ કરીને ત્યાંની માટીની જાણકારી લેતી હોય છે પણ સુરતમાં આવેલ ‘સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી’ના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિભાગના એસોસિએટ પ્રોફેસર તેમજ PHDના વિદ્યાર્થીએ હાલમાં માઇક્રોવેવ સેન્સર બેઇઝડ સોઇલ એનેલાઇઝરને પેટર્ન કરાવ્યું છે.
આ મશીન માટીમાં કેટલો ભેજ રહેલો છે તે અંગેની જાણકારી ફક્ત ગણતરીના મિનિટોમાં મેળવી શકે છે. આવનાર દિવસોમાં ખેડૂતો માટે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આમ, આ મશીન ખેડૂતોને ખુબ ઉપયોગી સાબીત થશે.
આ ટેકનોલોજી તરત રિઝલ્ટ આપે છે:
SVNIT ના ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.પિયુષ પટેલ તથા તેમના PHDના વિદ્યાર્થી પરેશ સાગરે હાલમાં જ ભારત સરકાર પાસે એક ડિવાઇસ માટે પેટન્ટ કરાવી છે. આ ડિવાઇસ ગણતરીની મિનિટોમાં જ ખેડૂતોને જમીનમાં ભેજ કેટલો છે તેની જાણ કરે છે.
જેને લીધે તેઓને પોતાના ખેતરમાં કયા પાકનું ઉત્પાદન કરવું જોઈએ તે અંગેની જાણ થઈ શકે છે. આ એક માઇક્રોવેવ પદ્ધતિ છે કે, જે તરત જ રીઝલ્ટ આપે છે કે, જેથી તેની એક્યુરસીમાં પણ વધારો થશે તેમજ રિપોર્ટ ઝડપથી મળી રહેશે.
માટી ખેતી માટે કેટલી ઉપયોગી તેની તરત માહિતી મળશે:
ડો. પિયુષ પટેલ જણાવે છે કે, અમારૂ રિસર્ચ માઈક્રોવેવ સેન્સર બેઝડ સોઈલ એનલાઈઝર છે કે, જેમાં સાઈટ પરથી 4 સેમ્પલ લઈને માટીનું એનાલિસિસ કરવામાં આવે છે. ત્યારપછી તેનું વજન કરીને ઓવનમાં ડ્રાય કરવામાં આવે છે. ત્યારપછી ફરીથી તેનું વજન કરીને ગ્રેવીઓમેટ્રિક પદ્ધતિથી તેનું એનાલિસિસ કરાય છે કે, તેમાં કેટલો ભેજ છે.
અમે જે સેન્સર બનાવ્યું એ કેવિટી બેઝ સેન્સર છે કે, જેમાં બે અલગ-અલગ સેન્સર એરે મૂક્યા છે. આ બન્નેની વચ્ચે કેવિટીની અંદર માટી મૂકવામાં આવે છે કે, જેથી તેમાં રહેલ ભેજ અંગેની તરત જાણ થઈ જશે. માટી ચકાસવાની અન્ય પદ્ધતિ પણ છે પણ તેમાં જાણકારી મેળવવામાં સમય લાગે છે.