હાથમાં છરો લઈને આટલી નાની ઉંમરે કોઈની દીકરીનું ગળું કાપવું એટલે? આજના છોકરાઓમાં આટલી હિંમત આવે છે ક્યાંથી?

10619
Published on: 11:39 am, Mon, 14 February 22

તા. 12/2/2022 ના રોજ સુરતનાં કામરેજ વિસ્તારમાં એક ખુબ દર્દનાક ઘટના બની હતી. આ ઘટનાએ આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે. ઘટના અનુસાર સુરત કામરેજના પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો.

થોડા દિવસ અગાઉ છોકરીનાં મોટાપપ્પા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. પરંતુ તા. 12/2/2022 ના રોજ યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ હંગામો મચાવ્યો હતો. જાહેરમાં જ 21 વર્ષીય યુવતીને ગળુ કાપી હત્યા કરનાર યુવકને કડકમાં કડક સજા આપવા લોકો માંગ ઉઠાવી રહ્યા છે. હાલ સૌથી મોટો સવાલ એ છે કે, આટલી નાની ઉંમરે આવું દયાહીન કૃત્ય કરવાની હિંમત ક્યાંથી મળે છે?

કામરેજમાં બનેલી ઘટના પરથી દરેક માતા-પિતાને એક શીખ લેવી ખુબ જ જરૂરી છે. આ કળયુગની યુવા પેઢી ક્યાં જાય છે? શું કરે છે? આ બધું ધ્યાન રાખવું તેનાં માતા-પિતાની ફરજ બને છે. આ ઘટના પરથી તમામ માતા-પિતાએ પોતાના સંતાનો પર ધ્યાન દોરવું ખુબ જરૂરી છે. આ યુવા પેઢી કઈ દિશા તરફ વાળી રહી છે તેનો કોઈ અંદાજો નથી. એક 20 વર્ષનો છોકરો ખુલ્લેઆમ એક છોકરીની હત્યા કરી છે તો આ છોકરામાં આવી હિંમત આવી ક્યાંથી?

આવી હિંમત આવી ક્યાંથી તે અંગે તપાસ કરતાં જાણવા મળતું કે તે છોકરો એક એવાં ગ્રુપનો હતો જે ગ્રુપના સભ્યો ટોળામાં રહીને નાના જુવાનીયાઓને ખવડાવવા પીવડાવવાનું અને ટોળામાં વાહવાહી કરાવવાની. કાઈ થાય તો અમે બેઠા છીએનો અહેસાસ અપાવવાનો. હાલમાં રક્ષામંત્રી અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીના એક કાર્યક્રમથી નેતાઓ સાથે સબંધ બનાવ્યા,

અને તેનો લાભ ગેરલાભ મેળવીને આવા તત્વોને પોષણ આપવું એ મનસુબાએ આજે એક દીકરીનો જીવ લઇ લીધો. માતા-પિતાને આ દરેક નાની-નાની કાળજી લેવી જોઈએ, જેનાથી બીજી કોઈ દીકરીનું જીવન બરબાદ ન થાય. તો ખાસ દરેક માતા-પિતાને પણ અપીલ છે કે, પોતાના સંતાનોનું નાની નાની વાતોમાં ધ્યાન રાખે. ફેનીલ ગોયાણી નામનો હત્યારો,

જ્યારે ખુલ્લેઆમ જાહેરમાં જ છરીથી યુવતીનું ગળું કાપવું એટલે… આ કોઈ નાની વાત નથી. તમારો દીકરો અવળા રસ્તે તો નથી ચડ્યો ને? ઘણા માતાપિતા પોતાના સંતાનોને માંગે એટલા રૂપિયા આપી દે છે. પરંતુ દરેક માતા-પિતાની ફરજ છે કે, આ રૂપિયા તમારો છોકરો ક્યાં વાપરે છે? કે પછી વ્યસનના બીલો તો નથી ભરતો ને… તેની તપાસ કરવી. તમારો દીકરો ક્યાં જાય છે? કોની સાથે રહે છે? કમાવાની ભાગદોડમાં ક્યારેક સમય કાઢી, થોડી તપાસ કરજો કે ફરી કોઈનો દીકરો ફેનિલ ગોયાણી ન બને.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…