કુદરતી આફતોથી કંટાળીને સુરતના યુવાખેડૂતે શરુ કરી અનોખી ખેતી, હાલમાં મેળવી રહ્યા છે 5 લાખ સુધીનો ચોખ્ખો નફો

110
Published on: 11:57 am, Wed, 13 October 21

હાલના સમયમાં ખર્ચાળ તથા પરંપરાગત ખેતીને એકબાજુ મુકીને ગુજરાતના સેકંડો ખેડૂતો કંઈક અનોખું જ કરી રહ્યાં છે ત્યારે આપને જણાવી દઈએ કે, પરંપરાગત ખેતીમાં રોગ તથા કુદરતી આફતોને લીધે ઘણીવાર પારાવાર નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે.

અચાનક આવતા હવામાનના બદલાવ તેમજ સતત નુકસાનથી કંટાળીને સુરતના પ્રગતિશિલ ખેડૂતે ડિઝાઈન મોતીની ખેતી શરુ કરી છે. દેશ-વિદેશમાં ભારે માંગ ધરાવતાં ડિઝાઈન મોતીની 9 વીઘા જમીનમાં 5 તળાવ બનાવીને નીરવભાઈ પટેલ ખેતી કરી રહ્યાં છે. તેઓ વાર્ષિક 5 લાખ જેટલી આવક મોતીના વેચાણ મારફતે મેળવી રહ્યાં છે.

ખેડૂતો તથા ઈન્ટરનેટ પરથી માહિતી મેળવી:
સુરતમાં આવેલ અઠવાલાઇન્સમાં રહેતા ખેડૂત પરિવારના નીરવભાઈ પ્રવીણભાઈ પટેલની ખેતી લાયક જમીન ઓલપાડ તાલુકાના છેવાડે આવેલ વડોલીથી સાહોલ ગામ વચ્ચે પિતા પ્રવિણભાઈ પટેલ ઘણા વર્ષોથી શાકભાજી તથા શેરડીની ખેતી કરતા હતાં પણ સિંચાઈના પાણી સાથે કુદરતી આફતની અસરને લઈ ઉભા પાક નાશ પામતા હતાં.

જેને લીધે ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો પણ નીરવભાઈ ગ્રેજ્યુએટ થયા પછી પ્રગતિશીલ ખેડૂત બનવા સાથે અલગ ખેતી કરવાનું વિચાર્યું હતું. જયારે અભ્યાસ કરતા હતા ત્યારે ચીખલીના ભાર્ગવભાઈ દેસાઈ નામના ખેડૂતે મોતીની ખેતી કરી હોવાનું તેને ધ્યાનમાં આવ્યું તેમજ ત્યારથી તે મોતીની ખેતી કરવા માટે પ્રેરાઈને ઈન્ટરનેટ પરથી જાણકારી મેળવીને ખેતી શરૂ કરી હતી.

શરૂઆતમાં 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું:
ખુબ ઓછા ઈન્વેસ્ટમેન્ટમાં વધારે નફો મેળવવાની ઈચ્છા ધરાવનાર લોકો માટે મોતીની ખેતી એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. આની માટે 2 લાખ રૂપિયાનું શરૂઆતનું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. દોઢ વર્ષ પછી જયારે મોતી તૈયાર થાય ત્યારે એવરેજ 1 લાખ રૂપિયાની મહીને કમાણી પણ થઈ શકે છે.

હાલમાં ઘરેલું તથા ઈન્ટરનેશનલ બજારમાં મોતીની ખૂબ જ માંગ રહેલી છે તેમજ ક્વોલિટીના હિસાબે બજારમાં એક મોતી 250 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા સુધી વેચાતું હોય છે. મોતીની ખેતી કરવા માટે 500 સ્ક્વેર ફૂટમાં તળાવ બનાવવાનું હોય છે.

આ તળાવમાં 100 છીપ ઉગાડીને મોતીના ઉત્પાદનની શરૂઆત કરી શકાય છે. તમામ છીપની બજારમાં કિંમત 15થી 25 રૂપિયા સુધીની રહેલી હોય છે. છીપ ખેતી કરવા માટે સ્ટ્રક્ચર સેટ-અપનો ખર્ચ 12,000 રૂપિયા થતો હોય છે. પાણીનો ખર્ચ 1000 રૂપિયા તેમજ 1000 રૂપિયા અન્ય સાધનો ખરીદવા પાછળ થતો હોય છે.

બહારના રાજ્યોમાં ખૂબ માંગ રહેલી છે:
નીરવભાઈ છેલ્લા 3 વર્ષથી મોતીની ખેતી કરીર રહ્યા છે. તેઓ જણાવે છે કે, નદી, ડેમ તથા તળાવમાંથી છીપલા શોધી લાવીને તેમાં ડિઝાઈનવાળી ડાય સાથે પાવડર ફોમ ભેળવીને 15 મહિના સુધી તળાવમાં રાખ્યા પછી કુદરતી રીતે મોતી તૈયાર થાય છે.

નીરવ પટેલ ડિઝાઈન પલમા મોતી બનાવી રહ્યા છે કે, જે મોતીની રાજસ્થાન, દિલ્હી સહિતના અન્ય કેટલાક રાજ્યો તેમજ વિદેશોમાં ભારે માંગ રહેલી છે. તેઓ ભગવાન, આલ્ફાબેટ તથા લક્કી નંબર જેવી અનેકવિધ ડિઝાઈનમાં મોતી તૈયાર કરીને વિદેશમાં એક્સપોર્ટ કરે છે.

ખુબ સારી ક્વોલિટીના મોતીની સારી કિંમત:
મોતીને વેચવા પર 250થી લઈને 500 રૂપિયા સુધી પ્રતિ મોતી મળતા હોય છે. દેશમાં મોતીની વધારે ખરીદી અમદાવાદ, મુંબઈ, બેંગાલુરૂં, હૈદરાબાદ, સુરત તથા અન્ય મહાનગરોમાં થાય છે. કેટલાક હાઈ ક્વોલિટીના મોતી માટે 2000 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા સુધી પણ મળી જાય છે.

મોતીની ખેતીના એક પ્લોટમાં આવા 2-4 હાઈ ક્વોલિટીના મોતી નીકળી આવતા હોય છે. આ બધાને જોડીને એવરેજ 1 લાખ સુધીની કમાણી કરી શકાતી હોય છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ તથા કર્ણાટકમાં 15 મહીનામાં મોતી તૈયાર થઈ જતા હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…