સુરતના આ ગતીશીલ ખેડૂતભાઈ ગાય આધારિત ખેતીમાંથી કરે છે મબલખ કમાણી- જુઓ કેવી રીતે?

220
Published on: 10:52 am, Thu, 9 September 21

હાલમાં મોટાભાગના શિક્ષિત લોકો પણ ખેતી બાજુ વળી રહ્યા છે ત્યારે હાલમાં આવા જ એક પ્રગતીશીલ ખેડૂતભાઈને લઈ સફળતાની કહાની સામે આવી છે. સામાન્ય રીતે ખેડૂતો ખેતી માટે જમીન તૈયાર કરવા, બીજનું વાવેતર કરવું તેમજ પાકને પાકવા સુધી અનેકવિધ પ્રકારના રસાયણનો ઉપયોગ કરતા હોય છે કે, જેથી ઉત્પાદકતામાં વધારો થતો હોય છે.

જો કે, હાલના સમયમાં કેટલાક ખેડૂતોનું ઓર્ગેનિક ખેતી કરવા તરફનું પ્રયાણ વધવા લાગ્યું છે. જેને લીધે તેઓ ઓર્ગેનિક જંતુનાશકો તેમજ ખાતર વગેરેનો ઉપયોગ કરતા થયા છે. ગુજરાતમાં કેટલાક ખેડૂતો હવે ગાય આધારિત ઓર્ગેનિક ખેતીની સાથે જોડાઈને ખુબ સારો નફો મેળવી રહ્યા છે.

ગાય આધારિત ઓર્ગેનિક ખેતી એટલે કૃષિમાં ગૌમૂત્ર, ગોબર અને દૂધનો ઉપયોગ કરવો. તેઓ જણાવે છે કે, “હું છેલ્લા 20 વર્ષથી આવા પ્રકારની ખેતીમાં સંશોધન કાર્ય કરી રહ્યો છું. ગાય આધારિત તેમજ પંચ સંસ્કારથી મેળવેલ પરિણામો પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયા છે. 

શું છે પંચ સંસ્કાર ?
અશ્વિન સમજાવતા કહે છે કે, “સંસ્કારનો અર્થ થાય છે કે, આપણે આપણી કુદરતી પદ્ધતિઓ દ્વારા બીજ, જમીન, હવા, વનસ્પતિ તેમજ પાણીને શુદ્ધ કરીએ છીએ તેમજ તેમાં સકારાત્મક ઉર્જા મૂકીએ છીએ. જેને લીધે ખેતીની ઉપજ પર ખૂબ સારી અસર કરે છે.

ભૂમિ સંસ્કાર એટલે કે, ખેડૂત ખેતી કરતા પહેલા જમીન તૈયાર કરે છે. એ જ રીતે, જમીન તૈયાર કરતા પહેલા, અશ્વિન નાળિયેર, લીમડો, જામુન, કેરી જેવા મોટા વૃક્ષો ખેતરની આજુબાજુ રોપવામાં આવતા હતા. આ ખેતરની અંદર એક મહાન ઇકો સિસ્ટમ બનાવે છે કે, જેનાં પછી, જમીન તૈયાર કરવા માટે ખેતરોમાં એકર દીઠ 50 લિટર ગૌમૂત્ર તથા 10 લિટર એરંડા તેલનું મિશ્રણ થાય છે. આની સિવાય ગાયના છાણમાંથી બનાવેલ દ્રવ્યને જમીન પર છાંટે છે.

જમીનમાં બીજ રોપાય એના પહેલા બીજની વિધિ કરવામાં આવે છે કે, જેના માટે તે ખાસ બીજામૃત તૈયાર કરવામાં આવે છે. એક કિલો ગાયનું છાણ, એક લીટર ગૌમૂત્ર, 50 ગ્રામ ચૂનો, 100 ગ્રામ ગાયનું દૂધ, 100 ગ્રામ હળદર 10 લિટર પાણીમાં ભેળવીને 24 કલાક પલાળી રાખ્યા પછી બીજનું વાવેતર કરવામાં આવે છે.

માત્ર ચાર એકરમાં 39 પ્રકારની શાકભાજી ઉગાડે:
જો કે, અશ્વિન મૂળ સુરતનો નહી પરંતુ જામનગરનો છે પરંતુ તેઓ છેલ્લા 1 વર્ષથી સુરતમાં રહે છે. તેમણે કૃષિમાં B.Sc ની ડિગ્રી મેળવી છે. કૃષિ ક્ષેત્રમાં તેમના નવતર પ્રયોગ માટે, આ વર્ષ દરમિયાન તેમને ‘ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ’, સુરત તરફથી એવોર્ડ પણ અપાયો છે.

પંચ સંસ્કારની ઉપરાંત પાંચ-સ્તરની ખેતી પણ કરવામાં આવે છે તેમજ સંપૂર્ણ વર્ષ દરમિયાન ખેતરમાં કંઈકને કંઈક વધતું રહે છે. તેમના ખેતરોમાં ભૂગર્ભ શાકભાજી, નાના છોડ, વેલા તથા સહેજ મોટાથી લઈને ફળોના વૃક્ષો છે. તેઓ જણાવે છે કે, મલ્ટિલેયર ખેતીની સાથે ખેડૂતો સમગ્ર વર્ષ દરમિયાન ખુબ ઓછી જમીનમાં ખેતી કરીને ખુબ સારો નફો મેળવી રહ્યા છે. 

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…