થોડા સમય પહેલા રત્નકલાકારોના આપઘાતની ઘટનાઓએ વેગ પકડ્યો હતો. હાલ આવા જ એક સમાચાર સુરત શહેરમાંથી સામે આવ્યા છે. જ્યાં એક રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું છે. મોતના થોડા સમય પહેલા રત્ન કલાકારે તેને ધર્મ પત્ની સાથે છેલ્લી ચા પીધી હતી. પત્નીની નજર સામે જ પતિનું મોત થતાં ચારેબાજુ ચકચાર મચી હતી.
ભાવનગર શહેરના વતની ધીરુભાઈ બચુભાઈ ઉનાગર બે ભાઈ અને માતા ભાવનાબેન સાથે સુરતમાં રહેતા હતા. ધીરુભાઈ જુનાગઢની ઉંમર ૪૫ વર્ષ છે. છેલ્લા કેટલાય વર્ષોથી ધીરુભાઈ સુરતમાં રત્નકલાકારો કામ કરી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર ધીરુભાઈ મોતના થોડા સમય પહેલા તેમના પત્નીને કહ્યું હતું કે, ‘ચાલ તારી સાથે છેલ્લી ચા પી લઉં, મેં જેરી દવા પી લીધી છે.’ આ વાત કહ્યાના થોડા જ સમયમાં પત્નીની નજર સામે જ ધીરુભાઇનો કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું. હાલ પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
કોરોના કાળમાં કેટલાય રત્નકલાકારોએ આપઘાત કર્યો હતો, કેટલાય પરિવારો વિખરાયા હતા. હાલ ફરી એક વખત આવી ઘટના બનતા પરિવારજનોમાં ત્યાં ચકચાર મચી જવા પામી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…