બહેને આપઘાત કર્યા બાદ મોટી બહેને એવું કાર્ય કર્યું કે, ૩૬૦૦૦ આદિવાસી મહિલાઓની જિંદગી બદલાઈ ગઈ

Published on: 10:39 am, Wed, 11 August 21

છેલ્લા સતત 12 વર્ષથી 31 વર્ષની સુમિત્રા ગગરાઈ લોકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે કાર્ય કરી રહી છે ત્યારે અત્યાર સુધીમાં તે 36,000 આદિવાસી મહિલાઓનું જીવન બદલી ચૂકી છે. આ જ કારણે ઝારખંડમાં માતા-નવજાત શિશુના મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે.

સુમિત્રાનો જન્મ આદિવાસી જનજાતિમાં થયો હતો. તે બાળકોમાં સતત વધતા જતા કુપોષણની વિરુદ્ધ કામ કરી રહી છે. સુમિત્રાનાં કામને જોઇ વર્ષ 2020માં CII ફાઉન્ડેશન દ્વારા હેલ્થ કેટેગરીમાં ‘વુમન એક્ઝામ્પલર’ અવોર્ડથી સન્માનિત કરાઈ હતી.

સુમિત્રાએ ફક્ત 17 વર્ષની ઉંમરમાં જ ગ્રામીણ સ્વાસ્થ્ય કાર્યક્રમ એકજુટ જોઈન કર્યો હતો. હાલમાં એને કારણે ઝારખંડમાં ગરીબીનો સામનો કરી રહેલ પશ્ચિમ સિંહભૂમ કક્ષેત્રમાં સ્વાસ્થ્યને લઈને આવતી જાગૃતિમાં સતત વધારો થયો છે.

સુમિત્રાના લગ્ન અત્યંગ ગરીબ પરિવારમાં થયાં હતા. 2 દીકરીઓના જન્મ બાદ તેને સાસુ-સસરાનાં મેંણા સાંભળવા પડતા હતા. તેણે પોતે સાસુ-સસરા તથા પતિ દ્વારા ઘરેલું હિંસાનો સામનો પણ કરવો પડ્યો હતો. પરિવારમાં થયા દરરોજના ઝઘડાને કારણે તેની માનસિક સ્થિતિ બગડવા લાગી હતી.

ત્યારબાદ એક સ્વ સહાયતા સમૂહ સાથે જોડાઈને પોતાની તકલીફ જણાવી હતી. આ ગ્રુપની મહિલાઓએ સુમિત્રાના પતિ સાથે વાતચીત કરી હતી. તેમના પ્રયાસોથી સુમિત્રાના પતિના વ્યવહારમાં સુધારો આવ્યો હતો તેમજ તેની જિંદગી બદલાઈ ગઈ હતી.

સુમિત્રાની નાની બહેને તેનું સંપૂર્ણ જીવન બદલી નાખ્યું હતું. 16 વર્ષની ઉંમરમાં માનસિક બીમારીનો સામનો કરી રહેલ બહેને આપઘાત કર્યો ત્યારે સુમિત્રાને સમજાયું હતું કે, જો સમયસર માનસિક બીમારીની સારવાર કરવામાં આવી હોત તો આજે તેની બહેન હોત.