ડોકટરે મૃત જાહેર કરલા દીકરાને ખોળામાં લઇ પુકારતી રહી માતા, અને અચાનક બાળકે શ્વાસ લેવાનું શરુ કર્યું

Published on: 3:26 pm, Tue, 14 December 21

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મૃત જાહેર કરાયેલ બાળક ફરી જીવતો થયો હોય? આ સાંભળીને તમારા હોશ ઉડી જશે, પરંતુ આ એક સત્ય ઘટના છે. તમે ક્યારેય પણ કોઈ મૃત વ્યક્તિને જીવતો થતા નહિ જોયો હોય પરંતુ માતાની મમતાએ એક મૃત બાળકને પણ જીવંત કરી દીધો હતો.માતાની મમતા સામે યમરાજને પણ ઝૂકવું પડ્યું હતું.

મૃત્યુ પછી જીવંત થયો બાળક
મિત્રો, આ ઘટના બહાદુરગઢની છે, જ્યાં એક બાળકને ડોક્ટર્સે મૃત જાહેર કરી દીધો હતો પરંતુ માતાના પ્રેમના કારણે આ બાળક ફરી જીવતું થયું હતું. આ વાત બહાદુરગઢમાં રહેતા કૃણાલ નામના બાળકની છે. કુણાલના પિતાનું નામ હિતેશ ભાઈ અને કુણાલના દાદાનું નામ વિજય ભાઈ છે. કુણાલને છેલ્લા કેટલાક સમયથી ટિટફાઇટ ચાલી રહી હતી, તેની સારવાર અહિયાંની જ એક હોસ્પિટલમાં થઇ રહી હતી, પરંતુ ફરક ન દેખાતા દિલ્હી લઇ જવાની નોબત આવી હતી. દિલ્હી સારવાર દરમિયાન ડોકટરોએ આ બાળકને મૃત જાહેર કરી દીધો હતો.

જ્યારે કુણાલના મૃત્યુના સમાચાર ઘરે આવ્યા ત્યારે ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અને કુણાલના અંતિમ સંસ્કાર માટે તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન કુણાલના નાનીએ જીદ કરી હતી કે તે તેના પૌત્રનો ચહેરો છેલ્લી વાર જોવા માંગે છે. ત્યારબાદ કૃણાલને દાદી પાસે લઇ ગયા અને કુણાલની ​​દાદી અને માતા બંને કુણાલને જોઇને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, ‘દીકરા તું પાછો આવી જા, તું પાછો આવી જા…’

માતા અને દાદીના આ શબ્દો સાંભળી કૃણાલ ફરીથી શ્વાસ લેવા લાગ્યો હતો. અને ત્યારબાદ તરત જ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. હોસ્પીટલમાં સારવાર લીધા બાદ આજે કૃણાલ એકદમ સ્વસ્થ છે અને ફરીથી પેહાલ જેવું જીવન જીવી રહ્યો છે. કુણાલના સ્વસ્થ થવાનું કારણ કુણાલની ​​માતા અને દાદીને જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…