હાર્ટઅટેક આવવાના 1 મહિના પહેલા જ શરીરમાં જોવા મળે છે આવા સંકેતો, જાણો વિગતે

Published on: 4:02 pm, Thu, 7 January 21

હાર્ટ એટકનું નામ સાંભળીને જ લોકો ફફડી ઉઠે છે. હાર્ટ ડિસીઝ પહેલાં મોટી ઉંમરના લોકોને થતાં હતાં પણ હવે 30 વર્ષની ઉંમર વટાયા બાદ હાર્ટ મોટાભાગના કિસ્સાઓમાં હાર્ટ એટેકના સંકેતો એક મહિના પહેલાંથી જ મળવા લાગે છે. જો આ સંકેતોને સમય રહેતાં ઓળખી લેવામાં આવે તો હાર્ટ એટેકને ટાળી શકાય છે. જેથી આજે અમે તમને આ સંકેતો વિશે જણાવીશું.

જોર-જોરથી નસકોરા બોલાવવા. રાતે ઘણીવાર ઉંઘ ડિસ્ટર્બ થવાની પ્રોબ્લેમ રહેવી.
અચાનક બહુ જ ગરમી લાગવી અને ઠંડો પરસેવો થવો.
છાતીમાં દબાણ થતું હોવાનો અહેસાસ થવો અથવા છાતી પર કોઇએ ભાર મુકયો છે એવું લાગવું.
માથું, પેટના ઉપરનો ભાગ, પીઠ, ડાબો હાથ, ગરદન કે દાંતમાં કોઇ કારણ વિના સતત દુ:ખાવાનો અહેસાસ થવો.

ડાબી સાઇડની પાંસળીઓની આસપાસ અથવા છાતીના વચ્ચેના ભાગમાં દુ:ખાવો થવો અને થોડા સમય બાદ આપમેળે જ સારું થઇ જવું।
છાતી અથવા પીઠના ઉપરના ભાગમાં સતત દબાણ થતું હોવાનો અહેસાસ થવો.
અચાનક શ્ર્વાસ લેવામાં પરેશાની થવી અથવા તો હાર્ટ બીટ તેજ થઇ જવી.
ઇનડાઇજેશન અને વારંવાર વોમિટિંગ જેવું ફીલ થવું અથવા વારંવાર વોમિટ થવી.

હંમેશા નબળાઇ લાગવી, થોડું કામ કરવાથી પણ થાક લાગવો.
સતત બેચેની ફીલ થવી, માથું ભમતું હોવાનો અહેસાસ થવો.
હાર્ટ પ્રોબ્લેમમાં હાર્ટ આખા શરીરમાં યોગ્ય રીતે બ્લડ પંપ કરી શકતું નથી, એવામાં પગમાં સોજાની સમસ્યા થઇ શકે છે.

આ ભૂલો કરવાથી બચો
દર્દીને સીધો સુવડાવી તેના કપડા ઢીલા કરી દો, જેથી તેેને બેચેની ઓછી ફીલ થાય
પ્લસ રેટ ઓછો થઇ જાય તો દર્દીની છાતી પર દબાણ આપવાથી થોડી રાહત મળે છે, પરંતુ ખોટી રીત પ્રોબ્લેમ વધારી શકે છે. જેથી ઇન્ટરનેટ પર સીટીઆરની યોગ્ય રીત શીખીને જ કરવું
દર્દીને કંઇપણ ખાવા-પીવાનું આપવું નહીં. આનાથી સ્થિતિ વધુ બગડી શકે છે

એસ્પ્રિન બ્લડ કલોટ રોકે છે. જેથી હાર્ટ એટેકના દર્દીને તરત એસ્પ્રિન(જેમ કે ડિસ્પ્રિન) આપવી. પરંતુ ઘણીવાર તેનાથી પ્રોબ્લેમ વધી પણ શકે છે. જેથી ડોકટરની સલાહ વિના કોઇ દવા ન આપવી.
હોસ્પિટલ લઇ જતી વખતે દર્દીને સપોર્ટ આપવાની ભુલ ન કરવી. તેનાથી દર્દીના હાર્ટ પર દબાણ વધશે.