વિઘ્નહર્તા ગણેશજીનું એક એવું અનોખું મંદિર, જ્યાં ગણેશજીની નર સ્વરૂપે કરવામાં આવે છે પૂજા

248
Published on: 4:44 pm, Thu, 28 October 21

ભગવાન ગણેશને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર ગણેશજીનો આશીર્વાદ હોય તે વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. દેશભરમાં આવા અનેક ગણેશ મંદિરો છે જેનું પોતાનું આગવું મહત્વ છે. દેશભરના આ અનોખા અને પ્રખ્યાત મંદિરોની મુલાકાત લેવા માટે દૂર-દૂરથી ભક્તો આવતા હોય છે. ભગવાન ગણેશના આ તમામ મંદિરો તેમની અલગ-અલગ વિશેષતા અને પૌરાણિક મહત્વના કારણે વિશ્વ વિખ્યાત છે.

આજે અમે તમને ભગવાન ગણેશના આવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મંદિરની અંદર સ્થિત ભગવાન ગણેશની મૂર્તિ ખૂબ જ ખાસ અને અલગ હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, પૂર્વજોની શાંતિ માટે પણ લોકો આ મંદિરમાં પૂજા કરવા માટે આવે છે.

જણાવી દઈએ કે, ભગવાન ગણેશનું આ મંદિર તમિલનાડુના તિરુવરૂર જિલ્લાના કુતનૂર શહેરમાં સ્થિત છે. કુટનૂરથી લગભગ 3 કિમીના અંતરે તિલાતર્પણ પુરી ખાતે આવેલ “આદિ વિનાયક મંદિર” ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર અન્ય ગણેશ મંદિરોથી અલગ હોવાનું કહેવાય છે કારણ કે આ મંદિરની અંદર ભગવાન ગણેશની પુરૂષ મૂર્તિ એટલે કે માનવ સ્વરૂપની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આ મંદિરની અંદર ભગવાન ગણેશની મૂર્તિ મનુષ્યના રૂપમાં બિરાજમાન છે. ભગવાન ગણેશનું આદિ વિનાયક મંદિર એક માત્ર એવું મંદિર છે કે, જ્યાં ભક્તો તેમના પૂર્વજોની શાંતિ માટે પૂજા કરે છે.

કહેવાય છે કે, આ સ્થળે ભગવાન શ્રી રામજીએ પણ તેમના પૂર્વજોની શાંતિ માટે પૂજા કરી હતી. ભગવાન શ્રી રામે શરૂ કરેલી આ પરંપરાને કારણે જ આજે પણ લોકો તેમના પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના કરવા દૂર દૂરથી અહીં આવે છે. પૂર્વજોની શાંતિ માટે હંમેશા નદીના કિનારે પૂજા કરવામાં આવે છે. પરંતુ, આ મંદિરની અંદર જ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.

ભગવાન ગણેશના આદિ વિનાયક મંદિરમાં માત્ર ભગવાન ગણેશની મૂર્તિની જ પૂજા નહિ પરંતુ અહીં ભોલેનાથની પણ પૂજા કરવામાં આવે છે. આ મંદિરની નજીક ભગવાન ગણેશની સાથે શિવ અને સરસ્વતીનું મંદિર પણ આવેલું છે. આદિ વિનાયક મંદિરમાં પૂજા કરવા આવતા ભક્તો ભગવાન શિવ અને સરસ્વતીના મંદિરમાં પણ પૂજા કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…