જાણો કેવી રીતે બનાસકાંઠાના આ ખેડૂતભાઈએ ફક્ત ચાર વીઘા જમીનમાં કર્યું 10 લાખ રૂપિયાનું મબલખ ઉત્પાદન

152
Published on: 6:08 pm, Fri, 23 September 22

હાલમાં ખેડૂતો અનેકવિધ પાકોની ખેતી કરતા થયા છે ત્યારે ખેડૂતો કેટ-કેટલીય જાતોની પાકોની ખેતીમાંથી મબલખ કમાણી કરી રહ્યા છે ત્યારે હાલમાં આવી જ એક ખુબ રોચક ખેતીની સફળતાની કહાની સામે આવી છે. દાંતીવાડા તાલુકામાં આવેલ લોડપા ગામના ખેડૂત ચૌધરી જામાભાઈએ પોતાના ખેતરમાં રોજીંદી ખેતીથી અલગ ખેતી અપનાવવાની પહેલ વર્ષ 2019માં કરી હતી.

બાદમાં બાગાયતી ખેતીમાં ફાવટ આવતા તેમણે ફરીવખત પહેલા કરતા બમણી જમીન પર પપૈયાની ખેતી કરી છે તેમજ આવકને આગળના વર્ષો કરતા વધારે મેળવવા મક્કમતા સાથે યોગ્ય ટ્રીટમેન્ટ પણ શરૂ કરી દીધી છે તેમજ આની સાથે ખેતરને નિંદામણ મુક્ત રાખવા માટે મિની ટ્રેકટર પણ વસાવી લીધું છે.

તેમની ખેતી હાલમાં તાલુકાના કેટલાક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે તેમજ કેટલાક ખેડૂતો દ્વારા તેમની ખેતી જોયા પછી નાના મોટી શરૂઆત પણ કરવામાં આવી છે. દાંતીવાડા તાલુકામાં મોટા ભાગે મગફળી, બટાકા તથા બાજરી મુખ્ય ખેતીના પાકો છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો બટાકાની પણ મોટી ખેતી કરી છે ત્યારે દાંતીવાડા તાલુકામાં આવેલ લોડપા ગામના ચૌધરી જામાભાઈ દ્વારા ખેતરમાં સૌપ્રથમ વર્ષ 2019 માં 4 વીઘા જમીનમાં પપૈયાના 3,000 છોડ લગાવીને ખેતીની શરૂઆત કરી હતી.

જેમાં તેમણે 16 માસના સમય દરમિયાન 4 વીઘા જમીનમાંથી 10 લાખ રૂપિયાની કમાણી કરી છે. પપૈયાંની ખેતીમાં કેટલાક ફાયદા રહેલા છે જેમ કે, દર 4 મહિને પાકની ફેરબદલી, પાકોની વાવણી તથા ખેડ, દવા ખર્ચ અને ટ્રેકટર- લેબર જેવા કેટલાય ખર્ચમાંથી મુક્તિ મળી રહે છે.

જામાભાઈ ચૌધરીને બાગાયતી ખેતીમાં ફાવટ આવતાં વાવેતર વિસ્તારમાં વધારો કરીને શરુ વર્ષે 6,000 છોડ પોતાની 8 વીઘા જમીનમાં લગાવ્યા છે તેમજ ગત વર્ષોની તુલનાએ બમણું વાવેતર કર્યું છે તેમજ પપૈયાના પ્લોટને આંતર ખેડ મારફતે નિંદામણ મુક્ત રાખવા મિની ટ્રેકટર પણ વસાવી લીધું છે.

જેઓ હાલમાં તેનો જરૂરી ઉપયોગ પણ કરી રહ્યા છે ત્યારે પપૈયાના છોડ 5×7 ફૂટના અંતરે વાવેતર કરાયું છે કે, જેથી આંતર ખેડ માટે મિની ટ્રેકટરનો સહારો લઈ શકાય. જેમાં પાણી ટપક પદ્ધતિ મારફતે આપવામાં આવે છે તથા નિંદામણ નિયંત્રણ રાખવું એ અહેમ કાળજી વાળો મુદ્દો રહે છે. પપૈયાની ખેતીમાં ખેડૂત 1 વીઘા જમીનમાં સવા બે લાખ રૂપિયા કરતાં પણ વધુ આવક મેળવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…