ફક્ત 10 હજાર રૂપિયાથી ખેતીની શરૂઆત કરનાર આ પ્રગતિશીલ ખેડૂતભાઈ હાલમાં કરે છે લાખોની કમાણી

215
Published on: 6:22 pm, Fri, 22 October 21

દેશના ઉત્તર-પૂર્વ રાજ્ય મેઘાલયમાં કૃષિ મુખ્ય વ્યવસાય છે કે, જ્યાં ખેડૂતો મોટા પાયે મસાલા અને જડીબુટ્ટીઓની ખેતી કરતા હોય છે. મોટાભાગના ખેડૂતોએ તેને કમાણીનું મુખ્ય સાધન બનાવ્યું છે. આવી સ્થિતિમાં, આજે આપણે એવા ખેડૂતની કહાની જાણવા જઈ રહ્યા છીએ કે, જેમણે કાળા મરીની ખેતીમાં ખ્યાતી મેળવી છે.

આ ખેડૂતનું નામ નાનાડોરો બી છે. તેઓ ખૂબ ઓછા ખર્ચે કાળા મરીની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. આની ખેતી માટે કેન્દ્ર સરકાર દ્વારા તેનું સન્માન પણ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, મેઘાલય એક એવું રાજ્ય છે કે, જ્યાં ખેડૂતો કૃષિ ક્ષેત્રે નવા પ્રયોગો કરતા રહેતા હોય છે.

આવી સ્થિતિમાં આ ખેડૂતભાઈએ ઓર્ગેનિક રીતે કાળા મરીની ખેતી શરૂ કરી હતી કે, જેનાથી કૃષિ ક્ષેત્રે નવું સ્થાન પ્રાપ્ત થયું છે, જેના માટે તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. હાલમાં દેશના ઘણા ખેડૂતો માટે આ ખેડૂતભાઈ પ્રેરણારૂપ બન્યા છે.

ફક્ત 5 હેક્ટરમાં શરુ કરી ખેતી:
61 વર્ષનાં નાદર મારક પશ્ચિમ ગારો હિલ્સના અગ્રણી ખેડૂતો પૈકીના એક છે. વર્ષ 1980માં તેના સાસરિયાઓ પાસેથી 5 હેક્ટર જમીન વારસામાં મળી હતી. જેમાં તેમણે કાળા મરીના લગભગ 3,400 વૃક્ષો વાવ્યા હતા. તેમણે સૌપ્રથમ કિરમુંડા મરીની જાતનું વાવેતર કર્યું હતું કે, જે એકદમ મધ્યમ કદનાં હોય છે.

તેમણે ફક્ત 10,000 રૂપિયાના ખર્ચે ખેતી શરૂ કરીને હાલમાં 10,000 વૃક્ષોનાં વાવેતર સુધી પહોંચ્યા છે. વર્ષો વીતવા સાથે તેમણે વૃક્ષોની સંખ્યામાં પણ વધારો કરતા ગયા હતા. આ ખેડૂતભાઈનું કહેવું છે કે, એ સમયે ખેડૂતો હાનિકારક રસાયણોનો ભરપૂર ઉપયોગ કરતા હતા પણ તેમણે ઓર્ગેનિક ખેતી શરૂ કરી હતી.

જૈવિક ખેતીને આપ્યું પ્રોત્સાહન:
આ પાકની ખેતી વખતે નાનાદર બી. મારકે પર્યાવરણની પણ ખાસ કાળજી લીધી છે. આપને જણાવી દઈએ કે, ગારો હિલ્સ એક સંપૂર્ણ ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર છે કે, જ્યાં વૃક્ષો કાપ્યા વિના કાળા મરીના વાવેતરનો વ્યાપ વધારી દેવામાં આવ્યો છે.

તેમણે રાજ્યના કૃષિ તથા બાગાયત વિભાગની મદદથી ખેતીની શરૂઆત કરી હતી. આની સાથે જ તેમણે પોતાના જિલ્લાના ખેડૂતોને ખેતીમાં વધારો કરવામાં મદદ કરી હતી. આજે તેમના દ્વારા ઉગાડવામાં આવતા કાળા મરીની માંગ સમગ્ર વિશ્વમાં વધી રહી છે. આ રીતે નાનાદર બી. મેરાલયે મેઘાલયમાં મરીના વાવેતરમાં એક મહાન ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

કેન્દ્ર સરકાર સન્માનિત કરાયા:
વર્ષ 2019 માં તેના વાવેતરમાંથી અંદાજે 19 લાખ રૂપિયાના મરીનું ઉત્પાદન કર્યું છે. ખાસ વાત તો એ છે કે, ખેડૂતની આ આવક દિવસેને દિવસે વધતી જઈ રહી છે, જેથી નાદર બી. 72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મારકને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આની સાથે જ કૃષિ ક્ષેત્રે તેમની મહેનત તથા સમર્પણની પ્રશંસા કરવામાં આવી છે.

ખેતી કેવી રીતે કરવી?
આ ખેડૂતે 8-8 ફૂટના અંતરે કાળા મરીના છોડ વાવ્યા છે. તેમનું કહેવું છે કે, બે છોડ વચ્ચે આટલું અંતર રાખવું જરૂરી છે. કારણ કે, આ રીતે છોડનો વિકાસ સારી રીતે થાય છે. જ્યારે મરીની શીંગો ઝાડમાંથી તોડવામાં આવે ત્યારે તેને સૂકવવામાં તેમજ દૂર કરવામાં કાળજી લેવી જોઈએ. આની સાથે જ અનાજને દૂર કરવા માટે, તે થોડા સમય માટે પાણીમાં ડૂબી જાય છે. પછી તેને સૂકવવાથી અનાજનો રંગ સારો બને છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…